મમતા મરી પરવારી: માતાએ 4 વર્ષની બાળકીને ચાર માળની બિલ્ડીંગથી નીચે ફેંકી, કારણ હચમચાવી નાખનાર

મમતા મરી પરવારી: માતાએ 4 વર્ષની બાળકીને ચાર માળની બિલ્ડીંગથી નીચે ફેંકી, કારણ હચમચાવી નાખનાર


તા. 5 ઓગસ્ટ 2022, શુક્રવારઆજકાલ ખરેખર કળિયુગ ચાલી રહ્યો છે. બાળકીને જમીનમાં દાટી દેવાના ગુજરાતના કિસ્સા બાદ આજે કર્ણાટકમાં મમતાને શર્મસાર કરનારો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.  એક માતાએ તેની ચાર વર્ષની પુત્રીને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. આ દર્દનાક ઘટનામાં બાળકીનું મોત થયું છે. આ ઘટના 4 ઓગસ્ટની છે. પ્રાપ્ત માહિતી અનુસાર 4 ઓગસ્ટે બેંગલુરુ સેન્ટ્રલ ડિવિઝનના એસઆર નગરના એક એપાર્ટમેન્ટમાં આરોપી મહિલાએ તેની પુત્રીને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. નાની બાળકીનું ચોથા માળેથી પડી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.કારણ હચમચાવી નાખશે : રિપોર્ટ અનુસાર 4 વર્ષની આ બાળકી મૂંગી અને બહેરી હતી. આ કારણે જ તેની માતા ખૂબ જ નારાજ અને દુઃખી હતી. પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે અને આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી મહિલા નોન-પ્રેક્ટિસ ડેન્ટિસ્ટ છે અને બાળકીનો પતિ સોફ્ટવેર એન્જિનિયર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »