ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહા મંડળ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ ” પ્રશ્નો નું નિરાકરણ સંગઠન અને સહકાર દ્વારા જ મેળવી શકાશે માટે સંગઠન ને મજબુત કરો – કિશોરભાઈ જોશી”
રિપોર્ટ- નિમેષ સોની, ડભોઈ
ભાવનગર જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ ના યજમાન પદે પાલીતાણા મુકામે ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં વરિષ્ઠ શિક્ષક અને દાદા ના હુલામણા નામે ઓળખાતા કિશોરભાઈ જોશી એ પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન અને સહકાર પર ભાર મુક્યો હતો અને સૌ શિક્ષકો ને મહામંડળ સાથે જોડાયેલા રહેવા હાકલ કરી હતી જ્યારે મહામંડળ ના પ્રમુખ જાવેદભાઈ શેખે શ્રી જોશી ની વાત ને આગળ વધારતા સગઠનાત્મક પ્રયત્નો દ્વાર ભૂતકાળ માં મળેલી સફળતાઓ ની યાદ આવવી હતી અને ભૂતકાળ જેવીજ સફળતા મેળવવા માટે સંગઠન અને સહકાર ને વર્તમાન સમય ની આવશ્યકતા ગણાવી હતી.
ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળ ની વાર્ષિક સાધારણ સભા માં ૨૩ જિલ્લા ઘટક સંઘો ના પ્રમુખ મંત્રીઓ અને કારોબારી સમિતી ના સભ્યો હાજર રહયા હતા અને મહા મંડળ ના પ્રમુખ ની સગઠનાત્મક લડત દ્વારા પડતર પ્રશ્નો ના ઉકેલ ના પ્રયાસો માં સાથે રહેવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યકારી પ્રમુખ ચન્દ્રકાન્તભાઈ રોહિતે કેટલાક લોકો મહામંડળ માં ભાગલા પાડવા નું કાર્ય કરી રહ્યા છે અને નવો સંઘ ઉભો કરી ને અનુદાનિત મહા મંડળ ને તોડવા સક્રિય બન્યા છે તેમના થી સાવધાન રહેવા અને આ મહામંડળ ને વધુ મજબૂત કરવા ની હાકલ કરવા સાથે પડતર પ્રશ્નો ના નિરાકરણ માટે છેવટ સુધી લડી લેવાનું વચન આપ્યું હતું. જ્યારે મહામંત્રી મયુરસિંહ રાઉલજી એ સંઘ ની વર્તમાન સ્થિતિ ની જાણકારી સળંગઆપી હતી અને સરકાર માં ચાલી રહેલી ૧૮/૦૬/૯૯ પછી વિદ્યાસહાયક તરીકે જોડાયેલા શિક્ષકો ની સળંગ નોકરી ,ખાલી જગ્યા ઓ ભરવા અંગે ની દરખાસ્ત તથા ઉચ્ચતર પગાર ની ફાઇલ નું સ્ટેટ્સ જણાવ્યું હતું.તથા ૪૨૦૦ ગ્રેડ પે અને જુની પેન્સન યોજના બાબતે રાહ જોવા અને આ અંગે નામદાર હાઈકોર્ટે માં માગેલ દાદ નું જજમેન્ટ આવે એની રાહ જોવા જણાવ્યું હતું.
મહા મંડળ ની વાર્ષિક સાધારણ સભામાં આગામી બે વર્ષ માટે હોદ્દેદારો ને યથાવત રાખવા ની સાથે વધારા ના ઉપ પ્રમુખ તરીકે રણજીતસિંહ પરમાર,લીગલ એડવાઇઝર તરીકે વિજયભાઈ વકીલ, અને મિડિયા સેલ માં હેમલ શાહ (આણંદ ) અને સુનિલભાઈ પટેલ (વડોદરા) ની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી પ્રશ્નોત્તરી કાળ માં પૂછાયેલા પ્રશ્નો ના જવાબ મયુરસિંહ રાઉલજી તથા જાવેદભાઈ શેખ દ્વારા અપાય હતા કાર્યક્રમ નું સંચાલન નિકેતાબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.