ધંધુકા ધોલેરા તાલુકા સહિત સમગ્ર અમદાવાદ ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યના તલાટી કમ મંત્રી અ ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા.
ધંધુકા ધોલેરા તાલુકા સહિત સમગ્ર અમદાવાદ ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યના તલાટી કમ મંત્રી અ ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા.
સરકાર એક સાંધે છે અને તેર તૂટે છે.
રાજ્ય સરકારને વારંવાર ની રજૂઆત હોવા છતાં રાજ્ય તલાટી મંડળ નું સરકાર દ્વારા નિરાકરણ નહીં લાવતા અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા સહિત જિલ્લાના તથા સમગ્ર રાજ્યના તલાટીઓ બે મુદતી હડતાલ ઉપર ઉતરી ગયા છે તાલુકા મથકો અને ગ્રામ પંચાયતી કામગીરી ખોરંબે પડી ગઈ છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા, સાણંદ, ધોળકા, વિરમગામ, માંડલ, દસકોઈ, બાવળા સહિતના જિલ્લાના તમામ તલાટીઓ મંગળવાર ર જી ઓગસ્ટ થી બે મુદતી હડતાલ ઉપર ઉતરી ગયા છે અને મંગળવારે તલાટીઓએ પોતે પોતાના તાલુકા મથકોએ દેખાવો યોજાયા અને પોતાનો વિરોધ નોંધાયો છે રાજ્ય તલાટી મહામંડળના વડ પણ હેઠળ સમગ્ર રાજ્યમાં રાજ્યના પંચાયત તલાટીઓ એ સરકાર સામે બાંયો ચડાવી છે તેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા તાલુકા સહિત સમગ્ર તાલુકાના તલાટીઓ હડતાલમાં જોડાયા છે.
અમદાવાદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અમૃતભાઈ મજેઠીયા મહામંત્રી કેતનભાઇ ધરજીતા તથા કરમણભાઈ રબારી સહિતના તલાટી મંડળના હોદ્દેદારોએ અમદાવાદ જિલ્લાના ડી. ડી.ઓ અને અમદાવાદ કલેકટરને આવેદનપત્ર પાઠવી પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા રજૂઆત કરી હતી.
અમદાવાદ જિલ્લા તલાટી મંડળ દ્વારા આવેદનપત્રમાં એવા મતલબની રજૂઆત કરાઈ હતી કે ઘણા લાંબા સમયથી અનેક માંગણીઓ સરકારમાં પડતર છે જે માં 2004 અને 2005 ના નિયમોના ભાગરૂપે નોકરી સળંગ ગણવી પ્રથમ ઉચ્ચતરમાં પરીક્ષા રદ કરવી મહેસુલ અને પંચાયત તલાટીની પોસ્ટને મર્જ કરવી અથવા તો બંનેને સમાન પગાર ધોરણ આપવા પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પાત્રતાના આધારે આવવું તેમ જ ખાસ બધામાં વધારો કરવા સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે આ માંગણીઓનો નિકાલ સરકાર દ્વારા નહીં થતા અંતે તલાટીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે તેમજ તલાટીઓની માંગણી અને પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખશે તેવી ચીંમકી પણ આપવામાં આવી હતી તલાટીઓ હડતાલ ઉપર ઉતરી જતા ગ્રામ પંચાયતના અને કામો ખોરંબે પડી ગયા છે.
તલાટી મંડળે હડતાલ સબંધે જણાવ્યું હતું કે તમામ તલાટીઓ હર ઘર ત્રિરંગા અભિયાન અને ડિઝાસ્ટર મેસેજ મેન્ટ એક્ટ હેઠળના કામો સિવાય ની તમામ કામગીરી હડતાલ દરમિયાન નહીં કરે તેવી સ્પષ્ટતા કરી હતી.
સંયુકત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું હતું કે , સરકારે ગ્રામસભા લેવાની તલાટીઓની કામગીરી શિક્ષકોને સોંપી હતી , પણ અમે સ્પષ્ટ ના પાડી દીધી છે . શિક્ષકોને પણ સૂચના આપી છે કે ,તલાટીની કોઇપણ પ્રકારની કામગીરી કરવી નહીં આવી રીતે રાજય સરકાર શિક્ષકો સિવાય અન્ય સરકારી કર્મચારીઓને તલાટીની કામગીરી સોંપશે તો પણ ક૨શે નહીં . તલાટીની કામગીરી ગ્રામ સેવકો પણ ક ૨ શે નહીં , ઉપરાંત પ્રાથમિક શિક્ષક સંઘ તો ટેકો જાહેર કર્યો છે , પણ તમામ કર્મચારીઓના બનેલા ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચાએ પણ ટેકો જાહેર કરતા 7 લાખ કર્મચારીઓએ તલાટીઓની સાથે છે.આથી કોઇપણ સરકારી કર્મચારી તલાટીનું કામ કરશે નહીં . તલાટીઓએ બુધવારે દિવસ દરમિયાન તાલુકા મથકો ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.