મોટી પાલ્લી ગૃપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનુ આયોજન કરવામા આવ્યુ.
લુણાવાડા તાલુકાના મોટી પાલ્લી ગૃપ ગ્રામ પંચાયત ખાતે આજરોજ ગ્રામસભા યોજાઇ હતી. જેમાં પાણીને લગતા પ્રશ્નો તેમજ રસ્તા તેમજ વિકાસના વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી અને નવીન કામો વિકાસ કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી.લુણાવાડા તાલુકાના મોટી પાલ્લી ગ્રામપંચાયત ખાતે ગ્રામસભાનુ આયોજન અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામા આવ્યુ હતુ.જેમા સરપંચ હરિશ્ચંદ્ર
સિંહ સહિત, ડેપોટી સરપંચ વનરાજસિંહ તેમજ સર્કલ સાહેબ જયદીપ ડી પટે તેમજ ગામનાં આગેવાન મદનસિંહ સંદીપસિંહ તેમજ રેવન્યુ તલાટી ગ્રામ પંચાયતના સભ્યો આરોગ્ય કર્મચારીઓ તેમજ ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.આ ગ્રામસભામાં વિવિધ સરકારી યોજનાની માહિતી ગ્રામજનોને આપવા સાથે તેનો લાભ લેવા અનુરોધ કરવામા આવ્યો હતો. જેમા વોર્ડ વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ પોતાના વિસ્તારમાં જરુરિયાત મુજબના વિકાસના કામોની રજુઆત કરવામા આવી હતી.અને ગામમા વિવિધ વિસ્તારોમા કયા કામો કરવાના છે તે અંગે ગ્રામજનો પાસેથી રજુઆત સાંભળીને નોંધ કરવામા આવી હતી.
ગ્રામસભામાં સરકારની મહત્વકાક્ષી યોજના નલ સે જલની પણ ચર્ચા કરવામા આવી હતી.જેમા જણાવામા આવ્યુ હતુ કે આ યોજનામાં દરેક ઘરે પાણી મળે તેવો સરકારનો પ્રયત્ન તેમજ કામકાજ પુર્ણ કરી દેવામા આવશે.સાથે સરકારી વિવિધ યોજનાઓ વિધવા પેન્શન, તેમજ આયુષ્યમાન કાર્ડ, તેમજ સરકાર દ્વારા આગામી ચોમાસા દરમિયાન આપવામા આવતા રાહતદરના બિયારણ સહીતની માહીતી આપવમા આવી હતી.આમ આગામી 13 થી 15 તારીખના રોજ હર ઘર ત્રિરંગા વિશે પણ સવિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.