બોટાદ જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોના પૂર્ણ પગાર અને ઉચ્ચતર પગારધોરણ સહિતના કુલ-૨૫૫ કેસોનો ત્વરિત કરાયો નિકાલ - At This Time

બોટાદ જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોના પૂર્ણ પગાર અને ઉચ્ચતર પગારધોરણ સહિતના કુલ-૨૫૫ કેસોનો ત્વરિત કરાયો નિકાલ


બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ધારાબેન પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા વર્ષ-૨૦૧૭ માં વિદ્યાસહાયક તરીકે જોડાયેલા કુલ-૧૪૩ કર્મચારીઓનાં ફિક્સ પગારના પાંચ વર્ષ પૂર્ણ થતાની સાથે જ પૂર્ણ વેતનના હુકમ તેમજ બોટાદ જિલ્લાના જુલાઇ-૨૦૨૨ સુધીમાં જે શિક્ષકોને ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર છે તેવા કુલ-૧૧૨ શિક્ષકોના ઉચ્ચતર પગારધોરણના હુકમો તાત્કાલિક ધોરણે તૈયાર કરી કેસોનો ત્વરિત નિકાલ કરાયો છે. આ કામગીરીને પૂર્ણ કરાવા માટે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રભાતસિંહ મોરી, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ અને કચેરીના સ્ટાફે એક ઝૂંબેશના ભાગરૂપે ભારે જહેમત ઉઠાવી હતી. તેમ,બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.