વડોદરા વાડી વિસ્તારમાં ડ્રેનેજના મુદ્દે સ્થાનિક રહીશોના દેખાવો સૂત્રોચ્ચાર
વડોદરા,તા.2 ઓગષ્ટ 2022,મંગળવારવડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ મારું ફળિયા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજના પાણી બેક મારતા વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દરમ્યાન આજરોજ સ્થાનિક રહીશોએ એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી સમસ્યાના વહેલી તકે નિરાકરણની માંગ કરી છે. વડોદરા શહેરમાં પાણી અને ડ્રેનેજની વર્ષો જૂની ગાયકવાડી શાસનની લાઈન બદલવાની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે. વિસ્તાર અને વસ્તી વધતા પાણી અને ડ્રેનેઝ સમસ્યાઓની ફરિયાદોનો ઢગલો થયો છે. દિન પ્રતિ દિન પાણી અને ડ્રેનેજની ફરિયાદો શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મળી રહી છે. દરમિયાન આજરોજ શહેરના વાડી ટાવર પાસેના મારું ફળીયા વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા જોવા મળી છે. છેલ્લા 15 દિવસથી ડ્રેનેજના પાણી ઉભરાતા સ્થાનિકોએ વોર્ડ કચેરી કક્ષાએ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. રહેણાક વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાથી દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે સાથે સ્થાનિકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. આજે એકત્ર થયેલા સ્થાનિક રહીશોએ વહેલી તકે કાયમી ધોરણે સમસ્યાના નિરાકરણની માંગ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.