વડોદરા: જ્યાં કુબેર શિવજીનું તપ કરી દેવોના ખજાનચી નું પદ મેળવ્યું, એ વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મંદિર તરીકે ઓળખાયું - At This Time

વડોદરા: જ્યાં કુબેર શિવજીનું તપ કરી દેવોના ખજાનચી નું પદ મેળવ્યું, એ વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મંદિર તરીકે ઓળખાયું


વડોદરા, તા. 01 ઓગસ્ટ 2022 સોમવારપવિત્ર શ્રાવણ માસ મા શિવજીની આરાધના પૂજા અર્ચના નું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવાર એ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એક માત્ર કુબેર ભંડારી મંદિર ખાતે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ ના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યા એ કુબેર ભંડારી મંદિર વિશે જણાવ્યું છે કે કુબેર ભંડારી એ રાવણના ભાઈ હતા તેઓને શ્રીલંકાની ગાદી મળવાને પાત્ર હતી પરંતુ રાવણે શિવજીની આરાધના કરી પ્રસન્ન થતા શિવજીએ રાવણને શ્રીલંકાની ગાદી આપી હતી તે બાદ કુબેર એ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવી શિવજીની આરાધના કરી હતી અને શિવજી પ્રસન્ન થતા કુબેર ને થયેલા અન્યાયની વાત રજૂ કરી હતી તે સામે શિવજીએ કુબેરને શ્રીલંકા કરતા પણ મોટુ પદ અને પૈસા નું વચન આપ્યું અને કુબેર ને દેવોના ખજાનચી નું સૌથી મોટું પદ પ્રાપ્ત થયું.કુબેર એ કરનાળીમાં જે શિવલિંગની સમક્ષ બેસીને તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા તે શિવલિંગ આજે હવે કુબેર ભંડારી ના નામથી ઓળખાય છે.રજનીભાઈ પંડ્યા એ ઉમેર્યું હતું કે ભાવિકોમાં એક શ્રદ્ધાનો વિષય છે કે,વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ કે તેથી વધુ જે ભાવિક ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે તેને કુબેર ની જેમ કાંતો સારું પદ મળે અથવા તો ધન પ્રાપ્ત થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.