જામનગરમાં લીમડાલેન વિસ્તારમાંથી એક બાઇક ચાલક ઇંગલિશ દારૂ તેમજ ક્રિકેટનો સટ્ટો રમતા પકડાયો - At This Time

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાંથી એક બાઇક ચાલક ઇંગલિશ દારૂ તેમજ ક્રિકેટનો સટ્ટો રમતા પકડાયો


- ક્રિકેટના સોદાની કપાત કરનારા અન્ય એક શખ્સ અને વધારે જાહેર કરાયોજામનગર,તા.30 જુલાઈ 2022,શનિવારજામનગરમાં લીમડાલેન વિસ્તારમાં એક શખ્સ બાઈક પર ઊભા રહીને ક્રિકેટનો સટ્ટો રમતાં એલ.સી.બી.ના હાથે પકડાયો છે. જેના બાઈકની તલાશી દરમિયાન ચાર નંગ ઈંગ્લીશ દારૂની બોટલ પણ મળી આવી છે, જેથી તેની સામે જુગારધારા તેમજ દારૂબંધી ભંગના અલગ અલગ બે કેસ કરાયા છે. આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં રહેતો રાજુ હાસાનંદ પરસરામાણી નામનો એક  શખ્સ લીમડાલેન વિસ્તારમાં જાહેરમાં પોતાના બાઈક પર ઊભા રહીને મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમી રહ્યો છે, તેવી બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તેની અટકાયત કરી લીધી હતી, અને તેની પાસેથી મોબાઇલ ફોન અને બાઇક વગેરે કબજે કરી લીધા હતા. જેના વાહનની તલાશી લેતાં તેના બાઇકમાંથી ચાર નંગ ઈંગ્લીશ દારૂની બાટલી પણ મળી આવી હોવાથી તેની સામે દારૃબંધી ભંગનો પણ અલગથી કેસ કરાયો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન પોતે જામનગરના મયુરસિંહ જાડેજા સાથે મોબાઇલ ફોનના ક્રિકેટ મેચના સોદાની કપાત કરતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે મયુરસિંહ જાડેજાને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.