સુત્રાપાડા પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી રસ્તા પરથી મળેલ મોબાઈલ ફોન મોબાઈલ માલિકને પરત કર્યો - At This Time

સુત્રાપાડા પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી રસ્તા પરથી મળેલ મોબાઈલ ફોન મોબાઈલ માલિકને પરત કર્યો


પ્રાચી-સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા પ્રાચી હાઇવે રોડ ઉપર ડ્યુટીમાં ફરજ બજાવતા હોય ત્યારે ટ્રાફિક પોલીસમાં વિજયભાઈ કામળિયા પીપળવા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ કૃપાલુ સ્કૂલ નજીકના રસ્તા ઉપરથી કીમતી મોબાઈલ ફોન મળેલ હોય અને મોબાઈલ લઇ પરત પ્રાચી ચેક પોસ્ટ ઉપર આવી ત્યાં પોલીસસ્ટાફને વાત કરતા જણાવ્યું કે મને મોબાઈલ ફોન મળ્યો છે ત્યારે મોબાઈલ માલિક ચંદુભાઈ ભાણાભાઈ વાજા પીપળવા ગામના હોય તેઓનો સંપર્ક કરી પ્રાચી ચેકપોસ્ટ પર પરથી તેઓને મોબાઈલ પરત કરી સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા એક પ્રામાણિક અને એક ઉમદુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.