ડોમિસાઇલસર્ટિફિકેટના નિયમમા સુધારો કરવા ટિમ ગબ્બરની લોકઉપયોગી માંગસાથે રજુવાત
ડોમિસાઇલસર્ટિફિકેટના નિયમમા સુધારો કરવા ટિમ ગબ્બરની લોકઉપયોગી માંગ
વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા-એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા રાજ્યપાલ,
મુખ્યમંત્રી,શિક્ષણમંત્રી, તમામ કલેકટર,તથા તમામ મામલતદારને રજુઆત કરી જણાવેલ છે કે,સમગ્ર ગુજરાતના તમામ વિદ્યાર્થીને અભ્યાસમાં ડોમિસાઈલ સર્ટિ.ની જરૂરિયાત રહેતી હોય છે અને તે સર્ટી. કઢાવવા માટે સ્થાનિક કચેરીમાં જવું પડતું હોય ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી છેલ્લા ૧૦ વર્ષોના રહેઠાણના પુરાવા માંગવામાં આવે છે અને તેના વગર આવું સર્ટી. કાઢી આપવામાં આવતું નથી અને વિદ્યાર્થીઓને સર્ટી.ના મળવાના કારણે આગળનો અભ્યાસ કરવામાં ખુબજ અગવડતા પડતી હોય તેવી રજુઆત અમો ટિમ ગબ્બરને મળેલ છે.વિદ્યાર્થીને વધુ અભ્યાસ અર્થે ડોમેશિયલ સર્ટિફિકેટ કાઢવા માટે ચાલુ અભ્યાસના દરેક વર્ષના રિજલ્ટની ઝેરોક્ષ દસ વર્ષના રેસીડેન્સી પ્રુફ માટે છેલ્લા દસ વર્ષના વેરાબીલ માંગવામા આવે છે જે ભાડાના મકાનમા રહેતા હોય તેની પાસે આવો આધાર પુરાવો ન હોય અથવા મકાન માલીકને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે કોઈ લેવા દેવા નહી હોવાથી ભાડુતને કોઈ પણ પ્રકારનુ લખાણ આપતા ના હોય તેમજ નાના કર્મચારીના બાળકો અથવા સામાન્ય વર્ગ જેવા કે રત્ન કલાકાર કે મજૂરી કામ કરતા વાલીના બાળકોને કોઈ પણ અભ્યાસ અર્થે મુશ્કેલી પડે છૅ તો આ અંગે સરકારને વિનંતી કરીએ છીએ કે ઉપરોક્ત નિયમોમાં શક્ય એટલો ફેરફાર કરી ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે જે પુરાવામા ચાલુ અભ્યાસના દરેક અભ્યાસના દરેક વર્ષના રિજલ્ટની ઝેરોક્ષ તેમજ છેલ્લા દસ વર્ષથી રહેતા રેસીડેન્ટ પ્રૂફ માટે વેરા બીલની નકલ માંગવામા આવે છે તે સામાન્ય વર્ગના બાળકો ઉચ્ચતર અભ્યાસ કરી શકે તે માટે સુધારો કરવા ટિમ ગબ્બરની આ સંવેદનશીલ સરકાર પાસે વિદ્યાર્થીઓના હિતમાં માંગણી છે.અને ટીમ ગબ્બરની રજુવાત અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરના સરનામે જવાબ આપવા વીનતી કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.