સ્માર્ટ કાર્ડની અછત; જુલાઈમાં ટેસ્ટ આપનાર 4 હજાર લોકોને ઓગસ્ટ અંતમાં લાઇસન્સ મળશે
8 હજાર લોકોના લાઇસન્સ છાપવાના પેન્ડિંગ હતા, 4 હજાર સ્માર્ટ કાર્ડ આવતા જૂનમાં ટેસ્ટ આપનારા લોકોના લાઇસન્સ બન્યા.
રાજકોટ સહિત રાજ્યભરની આરટીઓમાં ગત સપ્ટેમ્બર માસથી સ્માર્ટ કાર્ડની અછત પ્રવર્તી રહી છે. નિયમિતને બદલે છૂટક છૂટક સ્માર્ટ કાર્ડની સપ્લાય ચાલે છે ત્યારે રાજકોટ આરટીઓમાં છેલ્લા જૂન-જુલાઈ બે માસમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપનારા 8 હજાર જેટલા વાહનચાલકના લાઇસન્સ કાર્ડના અભાવે છાપવાના પેન્ડિંગ હતા, પરંતુ તાજેતરમાં જ નવા 4 હજાર કાર્ડ આવતા જૂન માસમાં ટેસ્ટ આપનારા લોકોના લાઇસન્સ છાપવાનું શરૂ થયું છે પરંતુ જુલાઈમાં ટેસ્ટ આપનારા અંદાજિત 4 હજાર જેટલા વાહનચાલકને બીજા નવા સ્માર્ટ કાર્ડ આવ્યા બાદ સંભવત: ઓગસ્ટના અંતે ડ્રાઈવિંગ લાઇસન્સ મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.