ફાઇવ-જી સ્પેક્ટ્રમ હરાજીનો આંકડો ત્રીજા દિવસે રૂ. 1,49,623 કરોડે પહોંચ્યો
- આજે ચોથા દિવસે પણ હરાજી ચાલુ રહેશે- છેલ્લા ત્રણ દિવસમાં બોલીના 16 રાઉન્ડ પૂર્ણ : બુધવારે હરાજીનો આંકડો 1,49,454 કરોડે પહોંચ્યો હતોનવી દિલ્હી : દેશમાં ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજી માટે ગુરૂવારે ત્રીજા દિવસે બોલીનો આંકડો ૧,૪૯,૬૨૩ કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો.આ હરાજી ચોથા દિવસે એટલે કે આવતીકાલે શુક્રવારે પણ ચાલુ રહેશે. છેલ્લા ત્રણ દિવસમાં બોલીના ૧૬ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હરાજી શુક્રવારે પણ ચાલુ રાખવામાં આવશે. ત્રીજા દિવસના અંતે અત્યાર સુધીમાં કુલ ૧,૪૩,૬૨૩ કરોડ રૂપિયાની બોલીઓ મળી છે. ઉલ્લેખનીય છે કે બુધવાર એટલે કે બીજા દિવસને અંતે બોલીનો આંકડો ૧,૪૯,૪૫૪ કરોડે પહોંચ્યો છે. જે આ જે વધીને ૧,૪૯,૬૨૩એ પહોંચ્યો હતો. આમ આજે ફક્ત ૧૬૯ કરોડ રૂપિયાની વધારાની બોલી મળી હતી. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓ ગ્રામીણ વિસ્તારોમાં પણ ફાઇવ-જી સેવા પૂરી પાડવા કટિબદ્ધ છે. પ્રધાને જણાવ્યું હતું કે તમામ બેન્ડમાં સ્પેક્ટ્રમની સારી માગ જોવા મળી રહી છે. મુકેશ અંબાણી, સુનીલ ભારતી મિત્તલ અને ગૌતમ અદાણી ઉપરાંત વોડાફોન આઇડિયા એ બોલીના પ્રથમ દિવસ મંગળવારે કુલ ૧.૪૫ લાખ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.