જનસેવા એજ સાચી શિવસેવાના સૂત્રને બુલંદ બનાવતું આણંદનું નિવૃત શિક્ષક દંપતી - At This Time

જનસેવા એજ સાચી શિવસેવાના સૂત્રને બુલંદ બનાવતું આણંદનું નિવૃત શિક્ષક દંપતી


શ્રાવણ માસમાં શિવમંદિરોમાં શિવલિંગ પર દૈનિક હજારો લીટર દૂધનો અભિષેક શિવ ભકતો દ્વારા કરવામાં આવે છે. ત્યારે પવિત્રતા જળવાઇ તે રીતે દૂધનો અભિષેક કરીને ગરીબ બાળકોના જઠરાગની ઠરે તો શિવજીની કૃપા વરસે છે. આણંદ શહેરના નિવૃત શિક્ષક દંપતિ છેલ્લા 20 વર્ષથી આ ભગીરથ કાર્ય કરીને શિવ મંદિરોમાં વાસણ મુકીને દૂધ એકત્ર કરીને ગરીબ બાળકોને વિતરણ કરીને સાચી પ્રભુ સેવા કરી રહ્યું છે. જને સેવા એજ સાચી શિવસેવા સૂત્રને બુલંદ બનાવવા માટે આણંદ સ્થિત નિવૃત શિક્ષક દંપતી વિપિન પંડયા અને સ્મિતાબેને પંડયાએ ભાવિક ભકતોએ ગરીબ બાળકોના મુખમાં દૂધ પહોેચે તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.