જોરુભાને એકના ડબલ કરવાની લાલચ આપી રૂ.11 લાખ ઓળવી જનાર સાધ્વી સહિત બે સકંજામાં
મુળ ચાણસમા તાલુકાનાં મેરવાડા ગામનાં અને રાજકોટનાં કુવાડવા રોડ પર ભાડાનાં મકાનમાં રહી ગોંડલ રોડ પરનાં સમૃધ્ધિ ભવનમાં આવેલી એસઆર આંગડીયા પેઢીમાં છેલ્લા દસ વર્ષથી નોકરી કરતાં જોરૂભા જીવાજી દરબાર (ઉ.વ.48)ને એકનાં ડબલ રૂપીયા કરી આપવાની લાલચ આપી સાધ્વી તરીકે ઓળખાતી મહિલા સહિતની ટોળકી રૂા.11 લાખ છેતરપીંડીથી લઈ ભાગી જતાં બી.ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.જેના આધારે ક્રાઈમ બ્રાંચે એક મહિલા સહિત બે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ આદરી હતી.
જોરુભાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહું છું અને રાજકોટ સમ્રુધી ભવન ગોંડલ રોડ ખાતે એસ.આર. આંગળીયા પેઢીમા છેલ્લા દસેક વર્ષથી નોકરી કરુ છુ.હું પરિવાર સાથે રહું છુ.એક વર્ષ પહેલા હુ મારી કાર લઇને મારા ગામડે ગયેલ હતો અને પરત રાજકોટ આવ તો હતો તે વખતે રસ્તામા વડાવલી ગામ તા.ચાણસમા ખાતે એક હોટલ આવેલ ત્યા ચા પાણી પીવા માટે ઉભો રહેલ તે વખતે મને એક ભાઇ મળેલા અને તેઓએ મને કહેલ કે મારું નામ ભરતભાઇ છે અને હું વડાવલી ગામમાં રહું છુ.તમારે જો પૈસા ડબલ કરવા હોઇ તો મારી પાસે એવા માણસો છે
જે વીધી કરીને પૈસા ડબલ કરી આપે જેથી મે તેઓને જેતે વખતે ના પાડેલ કે મારે આવી કોઇ જાતની વીધી કરવી નથી અને પૈસા ડબલ કરવા નથી.ત્યાર બાદ અવાર નવાર મારા મોબાઇલમા આ ભરતભાઇનો મારી ઉપર ફોન આવતો અને તેઓ મને કહેતા હતા કે તમે એક વખત મારો વિશ્વાસ કરો હુ તમને વીધી કરીને એક ના ડબલ પૈસા કરાવી આપીસ મારી પાસે શાંતુજી નામનો માણસ છે અને એક મહીલા સાધ્વી છે જે તમારા ઘરે આવીને ઘરમા વીધી કરી પૈસા ડબલથી પણ વધારે કરી આપસે.પરંતુ હુ તેઓને ના પાડતો હતો.
તા.25/07 ના રોજ રાત્રીના મને ભરતભાઇનો ફોન આવેલ અને મને કહેલ કે હુ તથા મારા માણસ શાંતુજી તથા એક મહીલા સાધ્વી છે.અમો ત્રણેય જણા આવતી કાલ તમારા ઘરે આવશે અને વીધી કરીને તમને પૈસા ડબલ કરી આપશુ તેવી વાત મને કરતા હુ તેઓની વાતમા વિશ્વાસમા આવી ગયો હતો અને મે કહેલ કે તમે આવતી કાલ મારા ઘરે આવજો.બાદમાં હું બપોરના હું તથા મારી પત્ની ક્રીષ્નાબેન તથા દીકરો વીક્રમ તથા કરણ તથા મારા દીકરા વીક્રમની પત્ની જ્યોતી એમ અમો બધા ઘરે હાજર હતા.તે વખતે એક કાર નં જીજે27 ટીટી 3287 વાળી મારા ઘર પાસે આવી હતી.
આ કાર માંથી ભરતભાઇ તથા શાંન્તુંજી તથા એક અજાણી સ્ત્રી એ તથા એક અજાણ્યો ડ્રાઇવર આવેલા અને જેમા ડ્રાઇવર ગાડીની અંદર જ બેસેલ હતો અને આ ત્રણેય જણા મારા ઘરે આવેલા અને મેં તેઓને કહેલ કે આપડે વીધી ઉપરના મકાનમા કરીએ નીચેના માળે મારુ ફેમીલી છે.જેથી હુ તથા ભરતભાઇ તથા શાંન્તુજી તથા આવેલ સાધ્વી બેન અમો ચારેય જણા ઉપરના મકાને ગયેલા અને નીચેના મકાનમાં મારી પત્ની તથા બાળકો હતા.બાદ આ ભરતભાઇ તથા તેની સાથે શાંતુજીભાઇ તથા સાધ્વી બેન અમો વીધી કરવા માટે બેસેલા અને મને કહેલ કે હવે તમે પૈસા વીધી માટે અહી વચ્ચે મુકો જેથી ઘરમા પડેલા રૂ.11,00,000 લાખ મે વીધી કરવા માટે મુકેલા હતા.
તેઓએ વીધી કરવાનું ચાલુ કરેલ ત્યાર બાદ આસરે ત્રણેક વાગ્યાની આસપાસ વીધી પુરી થવા આવેલ ત્યારે સાથે આવેલ સાધ્વીજીએ અમોને બીજા રમમાં જવા કહ્યું હતું થોડો સમય વીતી ગયા બાદ અને આ સાધ્વી એ જે દરવાજો બહાર થી બંધ કરેલ હતો તે દરવાજો ખોલતા તેમાથી ભરતભાઇ તથા શાંન્તજી બહાર આવેલા અને અમો સાથે મળી સોસાયટીમા આ અજાણી સ્ત્રી સાધ્વી તથા અજાણ્યો કાર ચાલકની તપાસ કરતા હતા તે દરમ્યાન આ ભરતભાઇ તથા શાંન્તુજી પણ નાસી ગયેલ હતા.આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.ક્રાઇમબ્રાન્ચે એક મહિલા સાધ્વી અને અન્ય શખ્સને પકડી વધુ પૂછપરછ આદરી છે.
જોરુભાએ જણાવ્યું હતું કે,મારા પત્ની બીમાર હોય તેમની સારવાર ચાલી રહી હોય માટે દવાખાનાના કામે પૈસાની જરુર હોઇ જેથી મારા શેઠ રમેશભાઇ ઇસ્વરભાઇ પટેલ પાસેથી હાથ ઉછીના રૂ.11,00,000 લાખ લાવ્યો હતો.તે મારા ઘરમાં પડેલ હતા.તે ડબલ થવાની લાલચે વિધિમાં મુક્તા ગુમાવ્યા હતા.
સાધ્વીએ બીજા રૂમમાં જવાનું કહી દરવાજો બહારથી બંધ કરી દીધો:એક કલાક વીતી ગયા બાદ શંકા જતા બાજુના મકાનમાંથી જોતા પૈસા અને સાધ્વીજી ગાયબ હતા!
સાધ્વીએ જોરુભાને બાજુના બીજા રુમમા જવાનું કહ્યું હતું જેથી જોરુભા તથા ભરતભાઇ તથા શાંન્તુજી ને બાજુ ના રુમમા મોકલી દીધા હતા અને બહારથી દરવાજાનો આગરીયો તેઓએ બંધ કરી દીધો હતો.બાદ એકાદ કલાક વીતી ગઇ છતાં બહાર થી કોઇ અવાજ આવેલ નહી.જેથી શંકા જતા જોરુભાએ દરવાજો ખોલવાની કોશીશ કરેલ પરંતુ દરવાજો ખુલેલ નહી.જેથી તેઓએ મકાનની ગેલેરી દ્રારા બહાર નીકળીને બાજુના મકાનમા થઇ ને બહાર નીકળેલ અને ઘરે આવી જોતા ઘરમા અજાણી સ્ત્રી સાધ્વી તથા વીધીમા મુકેલ 11,00,000 લાખ રુપીયા જોવા મળ્યા નહી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.