અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં એકતાનગર આવાસ યોજના નજીક વરસાદી પાણી ઓસરતા રસ્તાઓ થયાં ગરકાવ - At This Time

અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં એકતાનગર આવાસ યોજના નજીક વરસાદી પાણી ઓસરતા રસ્તાઓ થયાં ગરકાવ


ધોધમાર વરસાદ આવતા દાણીલીમડા ના અનેક વિસ્તારમાં રસ્તાઓ કાદવ કીચડ થતા રાહદારીઓ પરેશાન

દાણીલીમડા,ચડોળા તળાવ, બહેરામ પુરા જેવા અનેક વિસ્તારોમાં વરસાદ પડવાથી રસ્તાઓ થયાં કાદવ કીચડ અહીંના રહીશો પરેશાન થતા રસ્તાઓ ઓળંગતી વખતે ખુબજ ધ્યાન પૂર્વક રાખવું પડેછે આવા સમયે અહીંથી પસાર થતી વખતે લપશવાની બીકને મારે રસ્તા પર જવું પણ ગંભીર હાલત છે જે શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે
આ રસ્તા પર સવાર માં દૂધ-વાહન ચાલક કે ઇમરજન્સી સેવાઓ માટે અવર-જવર કરવું ખુબજ કપરું બન્યું છે અહીંના રહીશોનું કહેવું છે અહીં દર વર્ષે વરસાદની સીઝનમાં અહીંના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સ્માશ્યા પણ સર્જાતી હોય છે વધુ પડતો વરસાદ આવવાથી પાણી કમર સુધી આવે તેટલું ભરાઈ જાયછે આ બધી સમશ્યા ની રજુઆત અહીંના કોર્પોરેટર, ધારાસભ્યને કરવાથી પણ કોઈ સમશ્યા નો ઉકેલ આવતો નથી પરિસ્થિતિ ઠેરની ઠેર એમજ દર વર્ષે જોવી પડે છે.
અમારી માંગણી એજ કે વરસાદી સીઝનમાં પાણી ભરાવવાની અને પાણી ઔષર્યા બાદ અહીં ગંધકી કે રસ્તાઓ કાદવ કીચડ થતાં અહીં સાફ સફાઈ અને દર વર્ષ ની વરસાદી સીઝનમાં પાણી ભરાવવું કે ગટરો ઉભરાય તે નું કાયમી નિરાકરણ આવે તે માટે અમદાવાદ શહેર ના પ્રમુખ કૌશિકા પરમાર એ,એમ,આઈ પાર્ટી અમારી ટિમ સાથે રહીને અમોએ મેયર શ્રી કિરીટભાઈ પરમાર ને આવેદન પત્ર આપેલ જ્યાં તેઓએ આશ્વશન આપેલ.

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.