શિવભકતોમાં શ્રાવણ માસનું મહત્વ સૌથી વધારે આજથી શ્રાવણી પર્વનો શુભારંભ... - At This Time

શિવભકતોમાં શ્રાવણ માસનું મહત્વ સૌથી વધારે આજથી શ્રાવણી પર્વનો શુભારંભ…


આપણાં પૌરાણિક ગ્રંથોમાં શ્રાવણ માસનું અતિ મહત્વ છે આ માસમાં દેવીભાગવત તેમજ શિવપુરાણનું વાંચન અને શ્રવણ કરવાનું શાસ્ત્રોમાં જણાવેલ છે આ મહિનાના દરેક દિવસ સાથે ભોળાનાથના શ્રાવણી સોમવારનું અતિ મહત્વ છે ભકતો આખા મહિનાનાં એકટાણા સાથે અમુક તો સોમવારનો ઉપવાસ પણ કરે છે આખો મહિનો દેવોના દેવ ‘મહાદેવ’ની પૂજા કરીને આશિર્વાદ મેળવે છે આપણી કાઠિયાવાડી સંસ્કૃતિમાં શ્રાવણી પર્વનું વિશેષ અને આગવું મહત્વ છે આ મહિનામાં રક્ષાબંધન, નાગપંચમી, રાંધણ છઠ્ઠ, સાતમ આઠમ, જન્માષ્ટમી, નોમ જેવા વિવિધ તહેવારો આવે છે એ ઉ૫રાંત આનંદોત્સવસમો જન્માષ્ટમી મેળો પણ સૌનગરજનો માણતા હોય છે સર્વે ધર્મ પ્રેમી શ્રદ્ધાળુઓને શ્રાવણ પર્વની શુભેચ્છા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.