શ્રી તેજેન્દ્ર પ્રસાદ આર્ટસ કોલેજ કોઠંબા ખાતે ઈ-એફઆઈઆર અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ નાઓના વરદ હસ્તે તા.૨૩/૦૭/૨૦૨૨ ના રોજ વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અન્વયે નાગરીકોને સરતાથી મળી રહે તે સારૂ સીટીજન ફસ્ટ ગુજરાત પોલીસ એપથી e-fir ની સુવિધા લોન્ચ કરવામા આવેલ હોય જે બાબતે કોઠંબા પોલીસ દ્રારા e-fir થી લોકોમાં જાગૃત્તિ આવે તેમજ લોકો પોતાના ઘરે રહી મોબાઇલ ચોરી તેમજ વાહન ચોરીની ફરીયાદ પોતાના મોબાઇલ ફોનથી કરી શકે તે સારૂ સમજણ આપવા બાબતે કોઠંબા પોલીસ દ્રારા શ્રી તેજેન્દ્ર પ્રસાદ આર્ટસ કોલેજ કોઠંબા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષક રાકેશ પી.બારોટ ઉપસ્થિત રહી કાર્યક્રમમા હાજર અગ્રણીઓ તેમજ આજુબાજુના ગામના વ્યક્તિઓ તેમજ કોલેજ સ્ટાફ તથા કોલેજના વિધાર્થીઓને ભારત સરકારની સીટીજન ફસ્ટ ગુજરાત પોલીસ એપની તથા પોલીસની કામગીરીથી વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી બાબતે સરળતાથી ઉપયોગ કરવા જરૂરી માર્ગદર્શન આપી હતી . તેમજ જીલ્લાના ટેકનીકલ સ્ટાફે હાજર રહી સીટીજન ફસ્ટ ગુજરાત પોલીસ એપની સુવિધાઓ ગામડાઓના નાગરીકો સુધી પહોચે તે સારૂ શોર્ટ ફીલ્મમાં બતાવી, પ્રેઝન્ટેશન કરી જરૂરી માહીતી આપી હતી.આ એપ લોકોનો બહુ ઉપયોગી નિવડેશે
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.