લઠ્ઠાકાંડમા ઝેરી દેશી દારુ નહીં પણ કેમિકલ’નો દુરુપયોગ જવાબદાર - At This Time

લઠ્ઠાકાંડમા ઝેરી દેશી દારુ નહીં પણ કેમિકલ’નો દુરુપયોગ જવાબદાર


લઠ્ઠાકાંડમા ઝેરી દેશી દારુ નહીં પણ કેમિકલ’નો દુરુપયોગ જવાબદાર
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં 55 લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડ માટે ઝેરી દેશી દારુ નહીં પણ ‘ કેમિકલ’નો દુરુપયોગ જવાબદાર હોવાનું સરકારે જણાવ્યું છે. રાજુ નામના બુટલેગરે અમદાવાદની ફેક્ટરીમાંથી કેમિકલની ચોરી કરીને રોજિદ, દેવગણાના બુટલેગરોને પહોંચાડ્યું હતું. મિથેનોલ અથવા મિથાઇલ આલ્કોહોલ નામના આ કેમિકલમાં પાણી ભેળવીને પ્રતિ પાઉચ 20 રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. આ ઝેરી દારુ પીધા બાદ અત્યાર સુધીમાં 150 લોકો સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનામાં પોલીસની નિષ્ફળતાની બુમરાણ વચ્ચે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ મંગળવારે પત્રકારો સાથે વાત કરતા પોલીસની કામગીરીને બિરદાવી હતી. ભાટીયાએ કહ્યું હતું કે રોજીદ ગામ અને આસપાસના વિસ્તારોમાં પોલીસે કડક કાર્યવાહી કરીને દારુના તમામ ઠેકા બંધ કરાવ્યા હતા

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.