લાઠી તાલુકા માં નેતૃત્વ નો અંધારપટ જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ જિલ્લા માંથી રાજ્યસભા લોકસભા ના બે સાંસદ છતાં મહુવા -સુરત ટ્રેન ના સ્ટોપ માટે લબડતો તાલુકો
લાઠી તાલુકા માં નેતૃત્વ નો અંધારપટ જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ જિલ્લા માં બે સાંસદ રાજ્યસભ અને લોકસભા માં હોવા છતાં મહુવા -સુરત ટ્રેન ના સ્ટોપ માટે લબડતો તાલુકો સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારો અને દામનગર શહેરી વિસ્તાર માટે વર્ષો થી લબડતા લાઠી તાલુકા ના દામનગર શહેરી સહિત ૩૫ થી વધુ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર દામનગર સુરત સાથે વેપાર ધંધા રોજગાર હીરા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે સૌથી વધુ લોકો ની દૈનિક અવરજવર ધરાવતા દામનગર શહેર ને વારંવાર મહુવા સુરત ટ્રેન ના સ્ટોપ માટે ખાત્રી ઓ સિવાય કંઈ મળતું નથી તત્કાલીન સ્વર્ગીય ધારસભ્ય ખોડીદાસભાઈ ઠક્કર ના નેતૃત્વ માં મહુવા સુરત ટ્રેન ના સ્ટોપ માટે સરદાર ચોક ખાતે સત્યાગ્રહ વખતે સ્થાનિક અગ્રણી ઓને તત્કાલીન પશ્ચિમ રેલવે મેનેજર શ્રી રેલવે એસપી મીનાસાહેબ દામનગર ખાતે સત્યાગ્રહી અગ્રણી સ્વ ડાયાભાઈ નારોલા સ્વ હબીબભાઈ ચારણીયા સ્વ હિમતભાઈ નારોલા સહિત વર્તમાન માં હયાત વેપારી અગ્રણી ઓને રેલવે તંત્ર એ એક માસ ની મુદત આપી આંદોલન સમેટી લેવા વચનબદ્ધ વિશ્વાસ આપી દામનગર શહેર સાથે અન્યાય કરી વિશ્વાસઘાત કર્યો વારંવાર ખાત્રી ઉપર ખાત્રી પછી હવે ડિસ્ટન્ટ નું કારણ હોય કે અન્ય કોઈ કારણ પણ અમરેલી જિલ્લા માં બે સાંસદ હોવા છતાં મહુવા સુરત ટ્રેન નો સ્ટોપ દામનગર વિસ્તાર ને મળશે કે પછી નેતૃત્વ નો અંધારપટ દિવસે દિવસે સુવિધા ને બદલે દુવિધા વધશે ? ખૂબ મોટા પ્રમાણ માં માઈગ્રેશન હિજરત કરતા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ને બચાવી શકે તેવા સબળ નેતૃત્વ નો અભાવ દિવસે દિવસે ઘટતી વ્યવસ્થા પાણી પુરવઠો ગયો તાલુકો ગયો જ્યૂડી કોર્ટ તિજોરી ગઈ કરન્સી સીટી સર્વે ડેપ્યુટી ઓફ પોલીસ ગુમાવી ચૂકેલ દામનગર ને સુપર ફાસ્ટ મહુવા સુરત ટ્રેન નો સ્ટોપ પણ ન મળી શકે આતે કેવો વિકાસ ૩૫ થી વધુ ગ્રામ્ય અને દામનગર શહેર ની સહનશીલ જનતા ને ચૂંટણી સમયે રાજી રાખવા હથેળી માં ચાંદ બતાવી દેતા નેતા ઓ દામનગર ને આવી પરિવહન સેવા પણ ન આપવી શકે ? તે અહો વિચિત્રમ કહેવાય ડિસ્ટન્ટ નું કારણ હોય તો ધોળા ઢસા કેટલા કિમિ ? રૂરલ ગ્રામ્ય લીલીયા સહિત તાજેતર માં અન્ય ગ્રામ્ય વિસ્તારો ને પણ મહુવા સુરત ટ્રેન ના સ્ટોપ મળી ગયા તો દામનગર સાથે શુ વેર છે ? જનતા સહનશીલ છે અજ્ઞાન નહિ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.