નાણાવટી ચોકમાં મસ્તી-મસ્તીમાં મિત્રો વચ્ચે જામી પડીઃ અમિત ચોૈધરીને નિકુંજે ગાળો દઇ ઝાપટો મારી
રાજકોટઃ ગાંધીગ્રામ શેરી નં. ૭-બમા હીરા તુલસી નામના મકાનમાં રહેતાં અમિત પ્રેમરાજભાઇ ચોૈધરી (ઉ.૪૦)ને શનિવારે રાતે દસેક વાગ્યે ગાંધીગ્રામ નાણાવટી ચોક જાસલ પાર્ટી પ્લોટ પાસે એચડીએફસી બેંક નજીક હતો ત્યારે તેના જ મિત્ર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ જલારામ કૃપા, રાધિકા પાર્ક-૧માં રહેતાં નિકુંજ ઉનડકટે ગાળો દઇ ઝાપટો મારતાં અને ભાગી જતાં અમિતે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં એએઅસાઇ જયસુખભાઇ એસ. હુંબલે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ અમિત અને નિકુંજ બંને મિત્રો છે. બંને સાથે બેઠા હોઇ મજાક-મશ્કરી કરતાં હતાં. એ પછી નિકુંજે ગાળાગાળી કરી ઝાપટો મારી દીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.