બોટાદ જિલ્લામાં 30 પશુઓમાં જોવા મળ્યો લંપી વાયરસ
બોટાદ જિલ્લામાં 30 પશુઓમાં જોવા મળ્યો લંપી વાયરસ
બોટાદ જિલ્લામાં લંપી વાયરસની એન્ટ્રી થતાં જિલ્લામાં 30 પશુમાં જોવા મળ્યા લંપી વાયરસના લક્ષણો. પશુપાલન અધિકારી દ્વારા નિવેદન આપી જણાવવામાં આવ્યું છે કે, જિલ્લામાં અલગ-અલગ ટિમો બનાવી કામગીરી કરાઈ રહી છે. તો જ્યારે સરકાર દ્વારા વેકશીન આપવામાં આવશે ત્યારે તેની સાથે જિલ્લામાં રસીકરણની કામગીરી શરૂ કરાઈ દેવામાં આવશે. બોટાદ જિલ્લામાં પણ પશુપાલન અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ-અલગ ટિમો બનાવી સર્વે હાથ ધરવામાં આવેલ. જેમાં સર્વે બાદ અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 30 પશુઓમાં લંપી વાયરસના જોવા મળ્યા લક્ષણો. માખી મચ્છરથી આ રોગ વધુ ફેલાય છે. તકેદારીના ભાગરૂપે 1962 પશુચિકિત્સક વાન પણ કાર્યરત કરવામાં આવી છે અને પશુ પાલકોને પણ અધિકારી દ્વારા અપીલ કરાઈ છે કે જો કોઈ પશુમાં આવા લક્ષણો જોવા મળે તો જાણ કરવામાં આવે. લંપી વાયરસને લઈ સરકારમાં પણ રજૂવાત કરી વેકશીનનો જથ્થો મંગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વેકશીનનો જથ્થો મળતાં જ અસરગ્રસ્ત પશુઓને વેકશીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પશુપાલન અધિકારી એ આપ્યું નિવેદન.
Riport, Nikunj chauhan 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.