સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા દ્વારા જિલ્લા તાલુકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ગઈકાલે રાત્રે વિડીયો કોન્ફરન્સ યોજી ભારે વરસાદના પગલે સમીક્ષા બેઠક યોજી
સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા દ્વારા જિલ્લા તાલુકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ગઈકાલે રાત્રે વિડીયો કોન્ફરન્સ યોજી ભારે વરસાદના પગલે સમીક્ષા બેઠક યોજી
*****************
તમામ તાલુકાના મામલતદારશ્રી,ટી.ડી.ઓ, પ્રાંત અધિકારી તથા ચીફ ઓફિસરો સાથે માઈક્રો પ્લાનિંગ અંગે એક્શન ટેકન રિપોર્ટ માગ્યો, બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ શાહ, પોલીસ અધિક્ષક શ્રી વિશાલ વાઘેલાએ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન અને સૂચના આપી
*******************
હવામાન ખાતાની ભારે વરસાદના પગલે સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા ગત તારીખ ૨૨/૭/૨૦૨૨ ના રોજ સાંજે ૭.૦૦ કલાકે હિંમતનગર હેડક્વાર્ટર કલેકટર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ તાલુકાના મામલતદાર શ્રી, ટીડીઓ ચીફ ઓફિસર તથા પ્રાંત અધિકારીઓ સાથે માઈક્રો પ્લાનિંગ અંગે તથા એકશન ટેકન રિપોર્ટ માંગી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે વીડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ, જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાઘેલા, અધિક કલેકટરશ્રી પાટીદાર તથા નોડલ અધિકારી અને મુખ્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
જીલ્લા કલેકટરશ્રી દ્રારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સતત સંપર્કમાં અને દર બે કલાકે ટેલિફોનિક તથા મોબાઈલ દ્વારા એકબીજાના સંપર્કમાં રહી વરસાદ અંગેની માહિતી શેર કરવા તથા સિંચાઇ વિભાગ અને જળાશયોમાં પાણીની આવક અંગેના આંકડા તથા ગ્રામ્ય લેવલના તલાટી કમ મંત્રી, ગ્રામ સરપંચ તથા આંગણવાડી, આશાવર્કર આરોગ્ય તથા શાળાના આચાર્યશ્રીનો સંપર્ક નંબરોની યાદી તૈયાર રાખવા તથા વધુ વરસાદ આવેતો લોકોનું સ્થળાંતર કરવા માટે એક જગ્યા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું અને નાની મોટી નદીઓના જળાશયો અંગે સજાગતા દાખવી વહીવટીતંત્ર તથા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવાની રહેશે. રાત્રી દરમિયાન આકસ્મિક પરિસ્થિતિમાં મોબાઈલથી ગમે તે ઘડીએ મારો પણ સંપર્ક નિસંકોચ પણે કરવો. નાના-મોટા ડીપ
ડીપ કોઝવેની વિગતો પણ હાથ ઉપર રાખવી. ઉપર વાસમાં પાણી આવશે ત્યારે વધુ કે ઓછુ હોય તો પણ ડેમસાઇટનું રૂલ લેવલ શું છે અને ભયજનક સપાટીની પરિસ્થિતિ ઉભી થાય તો કેટલું પાણી છોડ્યું અને ક્યાં વિસ્તારને અસર કરશે તે સઘળી માહિતી અંગે વાકેફ રહેવા જણાવ્યું હતું અને જિલ્લામાં એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ ટીમોને સંકટ સમયે જાણકારી આપી માનવ તેમજ જાન જાનમાલનું રક્ષણ સુરક્ષાને પ્રાથમિકતા આપવા ઉપર ભાર મૂકયો હતો અને સંપર્ક વિહોણા ગામોમાં લેન્ડલાઈન,ટેલીફોન તથા જુદા જુદા ટાવરની કનેક્ટિવિટી જોવાની રહેશે. સાથે વાયરલેસ સેટ તથા પ્રાથમિક સાધનો જેવા કે ઘરેલુ ટોર્ચ તથા પંપસેટ, પાણીના નિકાલ માટે હાથ વગા અને ચાલુ હાલતમાં રાખવા જણાવ્યું હતું અનેક રસ્તાઓ ઉપર સાઈન બોર્ડ તથા ચેતવણી મેસેજ સ્થાનિક લોકોને આપી જાગૃત કરવા લોકલ ચેનલો દ્વારા પણ વધુ વરસાદ અંગે સાવધાની રાખવા પ્રયાસ કરવાના રહેશે. હેડ ક્વાર્ટર્સમાં રહીને સમગ્ર પરિસ્થિતિ ઉપર નિગરાની રાખવા બેઠકમાં અનુરોધ કરાયો હતો.
ભારે વરસાદના પગલે જિલ્લામાં ડીઝાસ્ટર કંટ્રોરૂમ સંપર્ક નંબર ૦૨૭૭૨૨૪૯૦૩૯ પર કોલ કરી શકાશે. સિંચાઇ વિભાગ માટે ૦૨૭૭૨૨૪૧૮૫૭ પર કોલ કરી શકાશે.જિલ્લામાં તાલુકાવાર ઇડર માટે ૦૨૭૭૮૨૫૦૦૦૩, ખેડબ્રહ્મા ૦૨૭૭૫૨૨૨૪૦૪, તલોદ ૦૨૭૭૦૨૨૦૬૪૧, પ્રાંતિજ ૦૨૭૭૦૨૩૦૪૨૫, પોશિના ૦૨૭૭૫૨૮૩૫૩૩, વડાલી ૦૨૭૭૮૨૨૨૦૧૭, વિજયનગર ૦૨૭૭૫૨૫૪૩૪૦ અને હિંમતનગર ૦૨૭૭૨૨૪૬૪૮૧ ઉપર સંકટ સમયે કોલ કરી શકાશે.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.