સ્લગ વિસાવદર તાલુકા મા આકાશી અતિવૃષ્ટિ અને જમીની મુંડાઓના શ્રાપથી છાલડાના ખેડૂતોનો પાક નિષ્ફળ* - At This Time

સ્લગ વિસાવદર તાલુકા મા આકાશી અતિવૃષ્ટિ અને જમીની મુંડાઓના શ્રાપથી છાલડાના ખેડૂતોનો પાક નિષ્ફળ*


વિસાવદર તાલુકા મા આકાશી અતિવૃષ્ટિ અને જમીની મુંડાઓના શ્રાપથી છાલડાના ખેડૂતોનો પાક નિષ્ફળ

અધિકારીઓએ સર્વે ન કરીને સરકારના આદેશનું ઉલંઘન કર્યુ

સતત વરસતા વરસાદને કારણે તેમજ જમીનમાં મુંડાઓના ભારે ત્રાસને કારણે પાક સદંતર નિષ્ફળ જવાની સંભાવનાને જોઈને વિસાવદર તાલુકાના છાલડા ગામના ખેડુતોએ પોતાની 40વિઘાની માંડવીનો પાક ઉપાડી લીધો.આ માટે મામલતદાર, પ્રાંત અધિકારીઓ ને સર્વે કરવા સરકારશ્રીએ આદેશ કર્યો હતો.પણ ખેડુતના આ દુઃખ દર્દની અધિકારીઓએ પરવા કરી નહોતીઅને વિસાવદર તાલુકા ના છાલડાં ગામ .ખેડુત શૈલેશ રાદડિયા,ની ખેતીની જમીન તેમજ ભાવેશ ભાઈ રાદડિયા ભરતભાઈ રાદડિયાએ સ્થાનિક નેતાગીરી ધારાસભ્ય હષૅદ રીબડીયા તેમજ અન્ય ચૂંટાયેલા નેતાઓને રજુઆત કરીસાથે સાથે સરકારી તંત્ર મા સર્કલ ઓફિસર ગામના તલાટી મઁત્રી ને રજુવાત કરેલ પણ કોઈ તરફથી પ્રતિસાદ મળ્યો નથી.આ ખેડુતોને મોઘા ભાવનું બિયારણ અને દવાનો ખર્ચો માથે પડતા ભારે તણાવમાં આવી ગયા છે.આવી પરિસ્થિતિમાં જ જગતતાતને આત્મહત્યા કરવી પડે છે.ત્યારે સ્થાનિક નેતાગીરિ ફકત મત માંગવા અને અધિકારીઓ માત્ર સરકારી પગારલેવામાટે જ ઓફિસે આવતા હોય છે ત્યારે તાલુકા પંચાયત ના જવાબ દાર અધિકારી તો ઓફિસે ક્યારેક ક્યારેક આવતા હોય અને પોતે ઓફિસે થોડા અને ધરે જાજા રહેતા હોય .એવુ વિસાવદર પંથકમાં ચર્ચાઈ રહયું છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.