આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “ઝંકૃતિ ૨૦૨૨- સંસ્કૃતિ કી ઝંકાર” - At This Time

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “ઝંકૃતિ ૨૦૨૨- સંસ્કૃતિ કી ઝંકાર”


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્ટ ઓફ લીવીંગ ની સાંસ્કૃતિક શાખા વર્લ્ડ ફોર્મ ફોર આર્ટ એન્ડ કલ્ચર (WFAC) દ્વારા ૧લી જૂનના રોજ  “ઝંકૃતિ ૨૦૨૨- સંસ્કૃતિ કી ઝંકાર”  કાર્યક્રમનું લોંચીંગ કરવામાં આવેલ છે.
   ઝંકૃતિએ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ ક્લાસિકલ આર્ટ સ્પર્ધા છે જે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ સ્પર્ધાઓ ગાયન (શાસ્ત્રીય, હળવું અને સમૂહગીત), વાદન (શાસ્ત્રીય વાદ્ય) અને નૃત્ય (શાસ્ત્રીય અને લોકનૃત્ય સ્વરૂપો) એમ ત્રણ વિભાગોમાં યોજાશે. જેમાં ૦૮ વર્ષથી ઓછી વયના, ૦૮ થી ૧૬ વર્ષના અને ૧૭ થી ૨૫ વર્ષની વયજૂથ ધરાવતા યુવક-યુવતીઓ ઘરેથી વીડીયો બનાવીને વેબસાઇટ ઉપર અપલોડ કરીને વર્ચ્યુઅલી ભાગ લઇ શકે છે. વિજેતા માટે ૨૧ લાખ સુધીના રોકડ ઇનામો છે. વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે : www.jhankriti.org  તેમજ અન્ય માહિતી માટે સુશ્રી અંજલી મહેશ્વરી (મો. ૯૮૯૮૦૧૭૭૧૩) અને સુશ્રી અમી મદાની (મો. ૯૬૨૪૩૧૬૬૯૩)નો સંપર્ક કરવો.
ઝંકૃતિ ૨૦૨૨નું ભવ્ય લોન્ચ આ લિન્ક પર જોઇ શકો છો :


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.