શહેરા પોલીસે ઘરફોડ ચોરીના મામલે એક આરોપીની સિંધી ચોકડી વિસ્તારમાથી અટકાયત કરી ચોરીની રોકડ રકમ સહીતનો મુદ્દામાલ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના પીઆઈ આર.કે.રાજપુતને માહિતી મળી હતી કે ઘરફોડ ચોરીનો એક આરોપી પોતાના કબજાની એકટીવા લઈને ડેકીમાં ચોરીના રોકડ રુપિયા લઈને સીન્ધી બજારમાં ખરીદી કરવા નીકળેલ છે.આથી શહેરા પોલીસની ટીમ દ્વારા રસ્તાઓ પર વોચ રાખવામા આવી હતી.તેમજ ઈસમ આવતા તેનો ઉભો રાખીને પુછપરછ કરતા તેનુ નામ દિપકકુમાર પરમાર રહે રોહીતવાસ શહેરાનો હોવાનુ જણાયુ હતુ. પોલીસે તેની ડેકી માંથી તપાસ કરતા 98000 રુપિયાની રોકડ મળી આવી હતી.તેને નજીકના મકાનમાંથી ચોરી કરી હોવાનુ જણાવાયુ હતુ.પોલીસે એકટીવા,મોબાઈલ, રોકડરકમ સહીત કુલ 1,53,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.