દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાનો દાવો, અફવા ફેલાવનારા વ્યક્તિની ધરપકડ - At This Time

દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાનો દાવો, અફવા ફેલાવનારા વ્યક્તિની ધરપકડ


- એક મુસાફર દ્વારા તેની બેગમાં બોમ્બ હોવાનો દાવો કર્યા બાદ પટના એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટ 6E-2126માં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાનવી દિલ્હી, તા. 22 જુલાઈ 2022, શુક્રવારદિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં સવાર એક મુસાફરે દાવો કર્યો હતો કે, તેની બેગમાં બોમ્બ હતો. ત્યારબાદ અફવા ફેલાવનારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમનો દાવો ખોટો સાબિત થયો હતો. આ વ્યક્તિએ બોમ્બ હોવાનો દાવો કર્યા બાદ ફ્લાઈટથી એરપોર્ટ સુધી વાતાવરણ અસ્તવ્યસ્ત બની ગયું હતું. આ ઘટના ગુરૂવારે રાત્રે 8:20 વાગ્યે બની હતી જ્યારે ફ્લાઈટ ટેક ઓફ કરવાની હતી.  એક મુસાફર દ્વારા તેની બેગમાં બોમ્બ હોવાનો દાવો કર્યા બાદ પટના એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટ 6E-2126માં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસ કર્મચારીઓએ પ્લેનનું ચેકિંગ કરીને પ્લેનને સુરક્ષિત જાહેર કર્યું હતું. અહેવાલમાં જણાવ્યું હતું કે, જ્યારે શંકાસ્પદ વ્યક્તિની બેગની તપાસ કરવામાં આવી તો તેમાં બોમ્બ નહોતો મળ્યો. ત્યારબાદ અફવા ફેલાવનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.