ખુધી ગામે રૂપિયા છેતાલીસ હજારની સરકારી સહાય ચુકવવામાં આવી
લુણાવાડા તાલુકાના ખૂંધી ગામે ચોકિયાત બાબુભાઈ મોતીભાઈના ઘરની એક ભેંસ તથા એક પાડીનું વીજળી પડવાના કારણે મૃત્યુ થયેલ હતું. આ અંગે રૂપિયા છેતાલીસ હજાર (૪૬,૦૦૦) સરકારી સહાય ચોકિયાત બાબુભાઈને ચૂકવવામાં આવી. લુણાવાડા તાલુકાના ખૂંધી ગામે આશરે પંદર દિવસ અગાઉ વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં વીજળી પડતાં ચોકિયાત બાબુભાઈ મોતીભાઈના ઘરની એક ભેંસ તથા એક પાડીનું વીજળી પડવાના કારણે મૃત્યુ થયેલ હતું.ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવકે ઘરની મુલાકાત લઈ પરિવારને આશ્વાસન સાથે સરકારમાથી જે કઈ પણ સહાય મળવા પાત્ર હશે તે આપવાની ખાતરી આપી હતી આજરોજ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવકે રબરૃ પરિવારને ત્યાં જઈ સહાયનો ચેક આપ્યો,ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવકની સાથે સ્થાનિક સરપંચ પ્રહલાદસિંહ ચારણ, ભાજપ અગ્રણી ગમેરભાઈ,તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.