દબાણ શાખા દ્વારા ૧પ રેકડી-કેબીનો જપ્‍તઃ પ હજારનો દંડ વસુલાયો - At This Time

દબાણ શાખા દ્વારા ૧પ રેકડી-કેબીનો જપ્‍તઃ પ હજારનો દંડ વસુલાયો


રાજકોટ, તા. ર૧ : શહેરના રાજમાર્ગો પરથી અડચણ રૂપ રેકડી-કેબીનો, પરચુરણ સમાન સહિતના દબાણો હટાવી રસ્‍તાઓ ખુલ્લા કરવાની કવાયત મનપા દ્વારા કરવામાં આવી રહે છે.
મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના વેસ્‍ટ ઝોન વિસ્‍તારોમાં આવેલ ૧૫૦ ફૂટ રીંગ રોડ તેમજ રામાપીર ચોકડી હોકર્સ ઝોનની આજુબાજુ રોડ પર શાખા અધિકારી અને માર્કેટ સમિતિના ચેરમેન તથા વેસ્‍ટ ઝોનની ટીમ સાથે રહિને ડ્રાઈવ કરેલ. જેમા રોડ પર વગર લાઈસન્‍સ ઉભા રહેતા ધંધાર્થીઓની ૧૫ રેકડી-કેબીન જપ્ત કરી અને રૂ.૫૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.