સાબરકાંઠાના તલોદની હરીયાળી પહેલ
સાબરકાંઠાના તલોદની હરીયાળી પહેલ
**********
તલોદ તાલુકાના ૧૯ ગામોના ઓકિસજન ફાર્મમાં ૬૦૦૦ રોપાઓનું વાવેતર કરાશે
*********
તલોદના દોલતાબાદ ખાતેથી ઓક્સિજન ફાર્મનો શુભારંભ કરાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી
******
ગ્રામવનો દ્રારા તાલુકાના અન્ય ગામોને વૃક્ષારોપણને વિચાર બીજ અંકુરીત થાય અને ગ્રામજનો જાતે જ વૃક્ષો વાવીને ઉછેરવા માટે પ્રરાય તે ઉદ્દેશ્યથી આ ઓકિસજન ફાર્મની શરૂઆત કરાઇ છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દોલતાબાદ ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ.શાહએ ઓકિસજન ફાર્મમાં વૃક્ષારોપણ કરીને શુભારંભ કર્યો હતો.
તલોદ તાલુકાને હરીયાળો બનાવવાના ઉદ્દેશ્યથી અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ.શાહના માર્ગદર્શન હેઠળ તલોદ તાલુકાના ૧૯ ગામોમાં ઓકિસજન ફાર્મ એટલે કે ગ્રામવનોનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ૬૦૦૦ વૃક્ષોનુ વાવેતર કરવામાં આવશે.
વર્તમાન સમયમાં દિન-પ્રતિદિન વઘતી ગ્લોબલ વોર્મિંગને કારણે પર્યાવરણમાં થયેલા ફેરફારોને કારણે આજે માનવજાત અનેક સમસ્યાઓથી ઘેરાઇ છે. આ સમસ્યાઓને ૫હોચી વળવા માટે અને ઓક્સિજનની માત્રા વધારવા માટે એક માત્ર વૃક્ષો જ સહારો છે ત્યારે તલોદ તાલુકામાં વઘુને વઘુ વૃક્ષોનું વાવેતર થાય લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે ગ્રામપંચાયતો વૃક્ષોની જાળાવણી બાબતે જવાબદેહિતાથી કાર્યરત રહે તે માટે તાલુકા પંચાયત ઘ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ અંગે તલોદ તાલુકાની તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓના સહકારથી તાલુકામાં કુલ ૧૯ ગ્રામ પંચાયતોમાં કુલ-૧૯ એકર ગ્રામવન (ઓકિસજન ફાર્મ)નું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. ૧૫માં નાણાપંચ (ગ્રામ્યકક્ષા) યોજનામાં અને મનરેગા કન્વર્જનથી આ ગ્રામવનનો (ઓકિસજન ફાર્મ) પ્રોજેકટ હાથ ઘરવામાં આવ્યો છે. જેમાં સલાટપુર, બડોદરા, દોલતાબાદ, ઉજેડીયા, નવલપુર, રણાસણ, ફોજીવાડા, મોઢુકા, અણિયોડ, ખેરોલ, કરમીપુરા, રોઝડ, હરસોલ, જોરાજીના મુવાડા, લવારી, ગોરા, રોઝડ, સાગપુર, બોરીયા બેચરાજી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્રામવનમાં ઉછેરવામાં આવનાર લીમડા,નીલગીરી,અરડુસી,વગેરે જેવા વૃક્ષોની જાળવણી માટે મનરેગા યોજનામાંથી રોજગારી લોકોને મળી રહેશે. પર્યાવરણની જાળવણી થશે.લોકોમાં જાગૃતિ વઘે તે હેતુ થી ગામમાં યુવાનો/સીનીયરસીટીઝન ને સાંકળી પર્યાવરણની સમિતી બનાવવામાં આવશે.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી મૌલિક શર્મા, સરપંચશ્રી, અગ્રણી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહિ વૃક્ષારોપણ કયું હતું
આબીદઅલી ભુરા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.