વડોદરા: પાણી મુદ્દે નાગરવાડાના મહિલા કોર્પોરેટરના ઘરે સ્થાનિક રહીશોનો મોરચો
- મહિલા કોર્પોરેટરના ઘરે મોરચા બાદ કોર્પોરેટરની આગેવાનીમાં વોર્ડ ઓફિસ છે મોરચો પહોંચ્યોવડોદરા,તા.21 જુલાઈ 2022,ગુરૂવારવડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સાતમા સમાવિષ્ટ નાગરવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોનો મોરચાએ ગત મોડી રાત્રે મહિલા ભાજપ કોર્પોરેટરના ઘરે પહોંચી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. અને સમસ્યાનું નિરાકરણ નહીં કરતા કોર્પોરેટરનો ઘેરાવો કરી ઝાટકણી કાઢી હતી. દરમિયાન આજરોજ મહિલાઓનો મોરચો કોર્પોરેટરની આગેવાનીમાં રજૂઆત માટે વોર્ડ કચેરીએ ઘસી ગયો હતો ગઈકાલે રાત્રે સ્થાનિકોનો મોરચો વોર્ડ નંબર સાતના ભાજપ મહિલા કોર્પોરેટર ભૂમિકા નરેશભાઈ રાણાના ઘરે પહોંચ્યો હતો. અને પાણી મુદ્દે ભારે હોબાળો મચાવી કોર્પોરેટરનો ઘેરાવો કર્યો હતો. લગભગ એક કલાક સુધી આ અંગે ભારે રકજક ચાલી હતી. અને ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ કોર્પોરેટરની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે ,વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં સૌથી નાની વયે વોર્ડ 07માં ભૂમિકા રાણાને મત આપી વિજયી બનાવ્યા હતા. જેથી અમારા વિસ્તારની દીકરી આગળ ધપે. પરંતુ તેઓ ચૂંટાયા બાદ અમારી સાથે સરખી વાત પણ કરતા નથી અને ફોન કરીએ તો ઉપાડતા પણ નથી. છેલ્લા ત્રણ વર્ષથી પટેલ ફળિયામાં પીવાના પાણીની સમસ્યા છે. 150 લોકો વચ્ચે માત્ર એક પાણીની ટેન્કર મોકલી આપે છે તે કેટલું વાજબી. અગાઉ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ યોગ્ય જવાબ મળતા નથી અને સમસ્યા યથાવત રહે છે. આ અંગે રજૂઆત માટે સ્થાનિક રહીશો ભૂમિકા રાણાની આગેવાનીમાં વોર્ડ કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ભૂમિકાબેન રાણાએ જણાવ્યું હતું કે, સ્થાનિકોની રજૂઆત બાદ પાણી વિતરણ થયું છે. પરંતુ દૂષિત મળતા હજુ સમસ્યા છે. અધિકારીઓના મતભેદના કારણે આ સમસ્યા છે. આ દરમિયાન અન્ય ત્રણ કોર્પોરેટરોની ગેરહાજરી આંખે ઉડી વળગી હતી. મહિલા કાઉન્સિલરના પિતા જ કોર્પોરેટર બની જતા હોવાની ફરિયાદ મહિલા ભાજપ કાઉન્સિલરના પિતા નરેશભાઈ રાણા સામે પણ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે, દીકરીને ખબર પડતી ના હોય અને દર વખતે તમારે માર્ગદર્શન આપવું પડતું હોય તો કોર્પોરેટર ના બનવું જોઈએ. અગાઉ અનેક વખત કાઉન્સિલરના પિતા વિવાદમાં આવી ચૂક્યા છે. અને કાઉન્સિલર વતી તેઓ જ જવાબ આપતા હોવાની ફરિયાદ મળી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.