ગેરકાયદે મકાનો - બિલ્‍ડીંગોને રેગ્‍યુલરાઇઝ કરવા સરકાર લાવશે વટહુકમ : ઇમ્‍પેકટ ફી ભરી બિલ્‍ડીંગ કાયદેસર કરી શકાશે - At This Time

ગેરકાયદે મકાનો – બિલ્‍ડીંગોને રેગ્‍યુલરાઇઝ કરવા સરકાર લાવશે વટહુકમ : ઇમ્‍પેકટ ફી ભરી બિલ્‍ડીંગ કાયદેસર કરી શકાશે


તા. ૨૧ : ગુજરાત રાજ્‍યમાં બિલ્‍ડીંગ યુઝ (બીયુ) પરમીશનના ધરાવતા હોય તેવા મકાનો અને જેમણે જનરલ ડેવલપમેન્‍ટ કંટ્રોલ રેગ્‍યુલેશન્‍સ (જીડીસીઆર)નો ભંગ કર્યો હોય તેવા મકાનોને રેગ્‍યુલરાઇઝ કરવા માટે એક કાયદો લાવવાની સંપૂર્ણ તૈયારી રાજ્‍ય સરકારે કરી લીધી છે. એક જાહેરહિતની અરજીની સુનાવણીમાં સરકારે જણાવ્‍યું હતું કે, ૮૫ ટકા મકાનો બીયુ નીયમો અનુસાર નથી.
આ બાબતે માહિતગાર ઉચ્‍ચસ્‍થાને બિરાજમાન સૂત્રોએ કહ્યું કે, ગેરકાયદે મકાનોને રેગ્‍યુલરાઇઝ કરવા માટે મકાન માલિકો પાસેથી ઇમ્‍પેકટ ફી લઇને તેમને કોઇ પ્રકારના પગલાથી બચાવવા માટેનો ડ્રાફટ સરકારે તૈયાર કરી લીધો છે અને આ મહિનાના અંત સુધીમાં તે લાગુ થઇ શકે છે. સંબંધિત મ્‍યુનિસિપાલિટીઓ દ્વારા મંજૂરના થયા હોય તેવા ગેરકાયદે બાંધકામો અથવા વધારાના કરેલ બાંધકામોને રેગ્‍યુલર સરકાર આ ત્રીજીવાર કાયદો લાવશે.
સૂત્રએ કહ્યું ‘આ પહેલા ૨૦૦૧ અને ૨૦૧૧માં સરકાર આવો કાયદો લાવી હતી તેમ છતાં ગેરકાયદે બાંધકામ પ્રવૃત્તિ ચાલુ રહી હતી. આ ચુંટણીનું વર્ષ હોવાથી કોઇ કડક કાર્યવાહીની અસર થઇ શકે છે એટલે સરકાર ત્રીજીવાર આવો કાયદો લાવી રહી છે.'
આ કાયદો બીયુ પરમીશન વગરના મકાનોમાં રહેતા અથવા સંચાલન કરતા લોકોને અને ગેરકાયદે બાંધકામો કરનારા અને ડીમોલીશનની નોટીસનો સામનો કરી રહેલા લોકોને નિર્દોષ ગણાવશે. હાઇકોર્ટ દ્વારા બાંધકામના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું સરકારને કહેવાયા પછી આવા બિલ્‍ડીંગોની સંખ્‍યા મોટી હોવાથી કાર્યવાહી કરવાથી પ્રજામાં રોષ ઉત્‍પન્‍ન થાય તેમ હોવાથી આ કાયદો લાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.