રાજકોટ ડેરીમાં રીવર્સ આવેલી દૂધની ગાડી અને દીવાલ વચ્ચે દબાઈ જતા ભગવાનજીભાઈ કોળીનું મોત
રાજકોટ,તા.20
રાજકોટ ડેરીમાં આજે સવારે એક દુર્ઘટના બની હતી.જેમાં દૂધની ગાડીના ચાલક બે ગાડી પાસપાસે રાખી માલસામાન ભરતા હતા બાદમાં તે સામાન ભર્યા બાદ ટ્રક ઉપર દોરડું બાંધવા ચડ્યા ત્યારે અચાનક ટ્રક રીવર્સ આવતા તેઓ નીચે પટકાયા હતા અને દીવાલમાં દબાઈ જતા તેઓનું મોત નીપજ્યું હતું.
આ અંગે પોલીસે કાગળો કર્યા હતા. બનાવની વિગતો અનુસાર,આજીડેમ નજીક રઘુનંદન પાર્કમાં રહેતા મૂળ ગીર જસાધરના ભગવાનજીભાઈ ટપુભાઈ બાલસ(કોળી)(ઉ.વ.57)રાજકોટ ડેરીમાં ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.આજે વહેલી સવારે દૂધનું વાહન આવ્યા બાદ બંને ગાડી પાસપાસે રાખી માલ સમાન ભરતા હતા માલ ભર્યા બાદ ચાલુ ગાડીએ જ દોરડું બાંધવા ગાડી ઉપર ચડ્યા બાદ ગાડી અચાનક જ રીવર્સ આવી હતી અને ભગવાનજીભાઈ નીચે પટકાયા હતા અને તેઓ ઉભા થવા જતા જ દીવાલ અને ગાડી વચ્ચે દબાયા બાદ શરીરે ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નીપજ્યું હતું.
ભગવાનજીભાઈને બેભાન પડેલા જોઈ ડેરીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી ગઇ હતી અને તેમના પરિવારને પણ જાણ કરાતા હોસ્પિટલમાં દોડી ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.