જિલ્લામાં કોરોનાના નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા
- ધ્રાંગધ્રા, પાટડી અને વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા ચિંતાનો માહોલસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાનાં ત્રણ તાલુકામાં મળીને નવા પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધ્રાંગધ્રા તાલુકામાં એક અને વઢવાણ તાલુકામાં ત્રણ કેસ સામે આવ્યા છે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી જતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે વધુ વિગત એવી છેકે, મંગળવારે ધ્રાંગધ્રા શહેરમાંથી કોરોનાની મહામારીનો એક કેસ અને પાટડી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વઢવાણનાં શહેરી વિસ્તારમાંથી ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ મળીને નવા પાંચ કેસ નોંધાયા છે. જ્યારે રોગ મુક્ત થયેલા ચાર દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ધ્રાંગધ્રા તાલુકામાં ૧૮ એક્ટિવ કેસ, લીંબડી તેમજ પાટડી તાલુકામાં એક-એક અને વઢવાણ તાલુકામાં ૭ કેસ મળીને કુલ-૨૭ એક્ટિવ કેસ થયા છે. મંગળવારે સાંજ સુધીમાં ૮૩૭ આર.ટી.પી.સી.આર અને ૧૧૦ એન્ટીજન મળી કુલ ૯૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીના તાજેતરના દિવસોમાં એક પછી એક પોઝિટિવ કેસ સામે આવતા કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું હોવાની ચિંતા પ્રવર્તે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.