World Chess Day: છેલ્લા 10 વર્ષમાં ચેસની રમત લોકોમાં બની ફેવરિટ..ચેસ બોક્સિંગ નવો કન્સેપટ
સુરત,તા 20 જુલાઈ 2022,બુધવાર20 જુલાઈને સમગ્ર વિશ્વમાં ચેસ ડે તરીકે મનાવવામાં આવે છે. છેલ્લા દસ વર્ષમાં ચેસની રમત સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. લોકોમાં તે હવે પસંદિતા રમત બનવા લાગી છે. જેના કારણે માત્ર નેશનલમાં જ નહીં ઇન્ટરનેશનલ લેવલે પણ ગુજરાત સહિત સુરતના ખેલાડીઓ ચેસની રમતમાં સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે જ નવો કન્સેપટ ચેસ બોક્સિંગ પણ હવે ખેલાડીઓમાં પસંદ કરી રહ્યા છે.થોડા વર્ષો પહેલા લોકો ઇન્ડોર ગેમ રમવાનું પસંદ કરતા ન હતા અને તેમાં પણ ચેસ ખૂબ જ ઓછા લોકો રમતા હતા પરંતુ છેલ્લા 5 થી 10 વર્ષમાં ચેસને લઈને જે જાગૃતિ આવી છે તેના કારણે હવે ચેસના ખેલાડીઓ વધી રહ્યા છે આ અંગે ગુજરાત ચેસ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ પટેલ કહે છે કે" ચેસને લઈને જે રીતે લોકોમાં જાગૃતિ આવી છે, તેના કારણે હવે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે 1 થી 10 માં ગુજરાત અને સુરતના ખેલાડીઓ રમતા હોય છે. ગુજરાતી બે ગ્રાન્ડ માસ્ટર પણ આપ્યા છે. હાલમાં જ એક મહિના પહેલા યોજાયેલી નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં સુરતનો વિવાન શાહ પ્રથમ આવ્યો છે. અને આગામી દિવસોમાં એક બે ગ્રાન્ડ માસ્ટરો પણ તૈયાર થઈ રહ્યા છે. બીજી તરફ ચેસ બોક્સિંગ પણ ખેલાડીઓમાં હવે ફેવરેટ બન્યું છે. છેલ્લા આઠ વર્ષથી ચેસ બોક્સિંગ રમાડવામાં આવી રહ્યું છે. જેમાં સુરતના 15 ખેલાડીઓ ચેસ બોક્સિંગ રમે છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 50 ખેલાડીઓ ચેસ બોક્સિંગના છે. આ અંગે ચેસ બોક્સિંગ એસોસિએશનના સેક્રેટરી અંકિત દલાલે કહ્યું કે ચેસ બોક્સિંગ એક અલગ ગેમ છે .જેમાં માઈન્ડ અને બોડી બંનેનો ઉપયોગ થતો હોય છે. આ ગેમમાં પાંચ રાઉન્ડ હોય છે. જેમાં ત્રણ રાઉન્ડ ચેસ અને બે રાઉન્ડ બોક્સિંગના હોય છે. આ ચેસ બોક્સિંગ રિંગમાં રમાડવામાં આવે છે. જેમાં બે ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં ચેસ, બીજા રાઉન્ડમાં બોક્સિંગ ત્રીજા રાઉન્ડમાં ચેસ, ચોથા રાઉન્ડ માં બોક્સિંગ રમે છે. જેમાં જે ખેલાડી બોક્સિંગમાં નોક આઉટ થાય તે હારી જાય છે. અને જો ચેસમાં નોક આઉટ થાય તો તે ખેલાડી હારી જાય છે. સુરતમાં આ ચેસ બોક્સિંગના 15 જેવા ખેલાડીઓ છે અને જે સારું પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 50 જેટલા ખેલાડીઓ ચેસ બોક્સિંગ રમી રહ્યા છે. ચેસ બોક્સિંગનો કોન્સેપ્ટ 20 વર્ષ જૂનો છે જ્યારે ભારતમાં તે આઠ વર્ષથી રમવામાં આવે છે. આગામી દિવસોમાં આ રમત ખૂબ જ પ્રચલિત બનશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.