ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં ઓલવાણ ઞામની 12 વર્ષની માસુમ દિકરીને પાલડી ઞામના 40 વર્ષના નરાધમએ પિંખી નાખી બળાત્કાર ગુજાર્યો દિકરીઓનાં વાલીઓ માટે સાવચેત કિસ્સો સામે આવ્યો - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં ઓલવાણ ઞામની 12 વર્ષની માસુમ દિકરીને પાલડી ઞામના 40 વર્ષના નરાધમએ પિંખી નાખી બળાત્કાર ગુજાર્યો દિકરીઓનાં વાલીઓ માટે સાવચેત કિસ્સો સામે આવ્યો


તા:19 ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઓલવાણ ગામની 12 વર્ષની દીકરીને પાલડી ઞામનાં 40 વર્ષના નરાધમે પીંખી નાખીને બળાત્કાર ગુજાર્યો હતો આવીને આવી ગીર સોમનાથ જિલ્લામાં એક જ મહિનામાં બે ઘટનાઓ સામે આવી છે જેમાં ઉનાનાં ઓલવાણ ઞામની અને કોડીનાર તાલુકામાં જંત્રાખડી ગામની બે બાળાઓની બીજી ઘટના બની હતી જ્યારે રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનાં ગામડે ગામડે કાર્યક્રમો કરવામાં આવે છે તો શું ઞુજરાતમાં દિકરીઓ સલામત છે ??? એવાં સવાલો પણ સરકાર સામે ઉભા થયા છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં આવીને આવી બળાત્કારની એક જ મહિનામાં બે ઘટના સામે આવતાં આજે દીકરીઓને સ્કૂલે જવા માટે પણ ડર પેદા થઈ રહ્યો છે અને દરેક દીકરીઓના વાલીઓમાં ચિંતા પણ દેખાઈ રહી છે જેમાં ગુજરાત સરકાર વાતો કરે છે કે બીજા રાજ્ય કરતા ગુજરાતમાં બળાત્કારનાં કેસ ઓછા છે ત્યારે આવીને આવી ઘટના એક જ જિલ્લામાં એક મહિનામાં બે બાળકી ઉપર બળાત્કારની ઘટનાઓ બનતી હોય તો આનાથી મોટું કૃત્ય તો કયું હોઈ શકે ???

ત્યારબાદ આ ઘટના બે દિવસ પહેલાની હોય ધો8 માં અભ્યાસ કરતી શાળાએ જવાની વાહનની રાહ જોઈને રસ્તામાં સાઈડમાં ઊભેલી દીકરીને પાલડી ગામના નરાધમે ચાલ શાળાએ મૂકી જાવ એવું કહીને બાઈક ઉપર બેસાડી વાસોજ ગામની ધાર્મિક જગ્યા પાસે લઈ જઈ બાળા ઉપર બળાત્કાર કરી દુષ્કર્મ ગુજાર્યું હતું આ ઘટનાને લઈને ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ એકશનમાં હરકતમાં આવી પોલીસે ગણતરી કલાકમાં જ પાલડી ગામનાં આ નરાધમ આરોપીની ધરપકડ કરી બાદમાં તાત્કાલિક કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ પર સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જેમાં કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે એક મહિના પહેલાં 8 વર્ષની માસુમ બાળા ઉપર બળાત્કાર ગુંજારીને હત્યા કરવામાં આવી હતી જેમની હજું શાહી સુકાઈ નથી ત્યાં બીજી ઘટનાં બળાત્કારની ઞીર સોમનાથ જીલ્લામાં બનતાં લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે જેમાં આ દીકરી તો ધોરણ 8માં અભ્યાસ અર્થે શાળાએ જવા માટે પોતાના ગામનાં સીમાડે રસ્તાની સાઈડમાં વાહનની રાહ જોઈને ઉભી હતી

ત્યારબાદ ત્યાંથી પ્રચાર થતો પાલડી ગામનો આધેડ કાના લાખા સોલંકી ઉંમર વર્ષ 40 મોટરસાયકલ લઈને પ્રચાર થતો હતો અને આ દીકરીને પોતાની બાઈક ઉભું રાખીને ચાલ પાછળ બેસીજા તને સ્કૂલે મૂકી જાવ એમ કહીને દીકરીને બેસાડીને શાળાએ જવાને બદલે વાંસોજ ગામના ધાર્મિક સ્થળ નજીક નિર્જન જગ્યા ઉપર લઈ અને જબરજસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો જેમાં આ ઘટના બાદ આ નરાધમ આ દિકરીની હત્યાનાં કરે એવાં ડરથી બાળા રડતી રડતી ત્યાંથી તેમનાં થી છૂટીને ભાગીને નાચી છુટી હતી જેમાં દીકરીનાં આંસુઓનું આક્રમદ સાંભળીને મંદિરના પૂજારી આ દિકરીની મદદએ દોડી ગયા હતા દીકરીના રડવાના અવાજને ધ્યાને લઇને ત્યાં હાજર પુજારીએ સાંભળતા તેમની પાસે ગયા હતા અને આ દીકરી સાથે વાતચીત કરી એમના વાલીનું સરનામું પુછીને એમનાં પરિવારને જાણ કરી બોલાવતા એમની માતા આવતા આ દીકરીને દવાખાને લઈ જવાય હતી જ્યાં દીકરીએ તેની સાથે બનેલ ઘટના અંગે માતાને વાત કરી હતી બાદમાં દીકરીની માતાએ નવાબંદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને ઉના પોલીસ હરકતમાં આવીને આરોપી કાના લાખા સોલંકીની ઞણતરીની કલાકમાં જ ધરપકડ કરવામાં આવી હતી જેમાં વધુને વધુ કડક કાર્યવાહી થાય અને આ આરોપીને ફાંસીનાં માંચડે લટકાવવામાં આવે એવી લોક માઞણી ઉઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.