ગુજરાત:દાહોદના મંગલ-મહુડી રેલવે સ્ટેશન નજીક માલગાડી પાટા પરથી ઉતરી, રેલવે વ્યવહાર ખોરવાયો - At This Time

ગુજરાત:દાહોદના મંગલ-મહુડી રેલવે સ્ટેશન નજીક માલગાડી પાટા પરથી ઉતરી, રેલવે વ્યવહાર ખોરવાયો


-  પશ્ચિમ રેલવેના ડીઆરએમ મુંબઈ સેન્ટ્રલે એક ટ્વિટમાં જણાવ્યું છે કે,રતલામ ડિવિઝન ખાતે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશેદાહોદ, 18 જુલાઈ 2022, સોમવારગુજરાતના દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે આજે સવારે લગભગ 1:00 વાગ્યે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ અકસ્માત અંગે કોઈ વિગતો કે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી પ્રમાણે, આ દરમિયાન લગભગ 1:00 વાગ્યે કોઈ કારણસર પાછળથી 17થી 18 ડબ્બા છૂટા પડી ગયા હતા. ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ સિવાય રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચઢી ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ ઢોળાયો હતો. સાથે જ રેલવે લાઈનના કેબલને ભાર નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે કેબલ તૂટી ગયો હતો. રેલવેનો ટ્રેક પણ ઉખડી ગયો હતો.અહેવાલ અનુસાર, દાહોદના મંગલ મહુડી રેલવે સ્ટેશન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક જગ્યાએ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ કારણે રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દીધા છે. પશ્ચિમ રેલવેના ડીઆરએમ મુંબઈ સેન્ટ્રલે એક ટ્વિટમાં જણાવ્યું છે કે,રતલામ ડિવિઝન ખાતે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે. રેલવેએ મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે. મુંબઈ રેલ્વેના ડીઆરએમએ ટ્વિટર પર એવી ટ્રેનોની સંખ્યા પણ આપી છે કે જેનો રૂટ બદલાયો છે. આ જ રીતે DRM કોટાએ પણ એક ટ્વીટમાં માહિતી આપી છે કે, પશ્ચીમ રેલવેમા રતલામ-ગોધરા સેક્શનમાં મંગલ મહુડી(MAM), લીમખેડા (LMK) વચ્ચે માલગાડી ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણ અનેક ટ્રેનને ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.