પૂર્વ પ્રેમિકાએ યુવકના પત્ની વિશે ઇન્સ્ટા.માં ફેક એકાઉન્ટ બનાવી બીભત્સ વાક્યો લખતા ફરિયાદ
કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં રહેતા બાંધકામના કોન્ટ્રાકટર દિપક સાંગાભાઈ આલ (ઉ.વ.29)ની પુર્વ પ્રેમિકા કૃપા પ્રતીકભાઈ વાઘેલા (ઉ.વ.26)(2હે.હાદાનગર, મુખ્યમંત્રી આવાસ, ભાવનગર) એ દિપકનું ગુગલ એકાઉન્ટ હેક કરી ઈન્સ્ટાગ્રામમાં બનાવેલી ફેક આઈ.ડી.ના પ્રોફાઈલના બાયોમાં તેના પત્ની અંગે બીભત્સ વાક્યો લખ્યાની અને તેનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પ્રોફાઈલમાં બનેનો ફોટો અપલોડ કર્યાની સાયબરક્રાઈમ પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
બાંધકામના કોન્ટ્રાકટર દિપકભાઈએ પોલીસને જણાવ્યું કે, ગઈ તા.20/9 ના ચોટીલા રહેતા તેના મામાએ ફોન કરી તેના ફેસબુક એકાઉન્ટમાં તેની સાથે કોઈ યુવતીનો ફોટો અપલોડ થયો હોવાનું જણાવતા તેણે ફેસબુક એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખુલ્યું ન હતું. ત્યારબાદ કાકાના દિકરા ભાઈએ પોતાના ફેસબુક આઈ.ડી.માંથી દિપકનું એકાઉન્ટ સર્ચ કરતા પ્રોફાઈલમાં તેનો સાથે કોઈ યુવતીનો ફોટો જોવા મળ્યો હતો.એટલું જ નહી ઈન્સ્ટાગ્રામમાં એક ખરાબ નામથી એકાઉન્ટ બનાવેલું હોય તેમાં દિપકભાઈના સરનામા સાથે ખરાબ લખાણ તેના પ્રોફાઈલ બાયોમાં લખેલું હતું. તેના કાકાના દિકરાની ડેરી ઘર નજીક હોય તેણે ત્યાં જઈ તેના મોબાઈલ ફોનમાં ફેસબુક ચેક કરતા તેની સાથે જે અજાણી યુવતીનો ફોટો હતો તે તેની પરિચીત આરોપી કૃપા મહેતા હોવાનું દેખાયું હતું.
તેણે વધુમાં જણાવ્યું કે,આરોપી કૃપા સાથે તેને 2019-20માં પ્રેમ સંબંધ હતો.પરંતુ આરોપીને તેની પાસે રૂપીયા પડાવવા બ્લેકમેઈલ કરતા તેણે તેની સાથેના સંબંધો પુરા કરી નાખ્યા હતાં.ત્યારબાદથી તેણે આરોપીને કોલ કે મેસેજ કર્યો ન હતો.જયારે આરોપીએ 2020માં દિપક વિરૂધ્ધ રાજકોટમાં પોલીસ ફરીયાદ કરી હતી.ત્યારબાદ આ અંગે તેણે સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરતા જમાદાર દિપક પંડિતે ગુનો દાખલ કરી વધુ તપાસ પી.આઈ.જે.એમ.વાઘેલાએ શરૂ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.