સાબરકાંઠા જીલ્લા ભાજપની પદાધીકારીઓની બેઠક યોજાઈ
દુનીયામાં ભારત સૌથી મોટું ટેલેન્ટ છે ઃ જે.ડી.પટેલ
સાબરકાંઠા જીલ્લા ભાજપની પદાધીકારીઓની બેઠક યોજાઈ
સંગઠનથી સેવાના કામો આપણે કરી રહ્યા છીએ ઃ કું.કૌશલ્યાકુંવરબા પરમાર
દીનદયાલજીનો વિચાર અંત્યોદય નો વિચાર સાથે સરકાર કામ કરી છે ઃ ભરતભાઈ આર્ય
ભાજપ એવી પાર્ટી છે ચુંટણી ઠંઠેરામાં કહેલા કામ પુરા કર્યા છે ઃ રેખાબેન ચૌધરી
હિંમતનગર ઃ
સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટીની આજરોજ જીલ્લાના પદાધીકારીઓની બેઠક યોજાઈ જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલે જણાવેલ કે, ગુજરાત એક મોડલ છે જેના થકી અનેક યોજનાઓને અન્ય રાજ્યો પણ સ્વીકાર કર્યો છે. નવા મતદારોનો સંપર્ક કરી તેમને સભ્ય બનાવવા આપણે કામ કરી રહ્યા છીએ. જે.ડી.પટેલે વધુમાં જણાવેલ કે, દુનીયામાં ભારત ટેલેન્ટ તરીકે ઉપસી આવ્યું છે જે તમે જાેઈ શકો છો. કોરોનાની વેકસીન આપણે બનાવી અને દુનીયાના દેશોને આપી આવી અનેક ટેલેન્ટ આપણા ભારત પાસે છે. પહેલા ચાઈનાના રમકડા આપણા દરેક ઘરમાં પહોંચી ગયા હતા. આજે ૭૦ ટકા રમકડા આપણા દેશમાં બનતા આપણા ઘરોમાં આવ્યા છે. આ દીશામાં આજે દેશ ચાલે છે.
મંડલમાં નાના કાર્યકર્તાઓને તૈયાર કરવાના છે.તેમને નવા વિષયો આપવાના છે આ પદાધિકારીની બેઠકનો મુખ્ય આશય છે. આપણે પ્રાદેશીક જગ્યામાં છીએ તેની વાત કરીયે સ્થાનીક કામોને વધારે મહત્વ આપીએ ર૧૩ શક્તિ કેન્દ્રોમાં કરવાના કામો વિશે વાત કરી હતી.
પ્રદેશ ઉપાધ્યક્ષ કુ. કૌશલ્યાકુંવરબા પરમારે મહિલા સશક્તિકરણ અને મહિલા મોરર્ચાએ આગામી વિધાનસભાની ચુંટણી અન્વયે કરવાની કાર્ય પધ્ધતિ અંગે જણાવેલ કે, બે વ્યક્તિથી શરૂ થયેલી પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. આજે ૧૩ કરોડ સભ્યો નોંધાયા છે અને હજુ નોંધાણી ચાલે છે. સાબરકાંઠા જીલ્લામાં મહિલા મોરચો ખુબ સુંદર કામ કરે છે. મહિલા મતદારોના કારણે પાર્ટીને ખુબ ઉંચુ સ્થાન મળ્યુ છે. મહિલાઓની સુરક્ષાની ચિંતા કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અનેક પગલા ભર્યા છે.
મહિલા મોરર્ચાની બહેનોએ ચુંટણી સુધી કરવાના કામોની માહિતી આપી હતી. જીલ્લા સંગઠન પ્રભારી ભરતભાઈ આર્યએ આર્થિક બાબતો અને ગરીબ કલ્યાણ અર્થે કેન્દ્ર અને રાજય સરકારની કામગીરીની માહિતી આપતા જણાવેલ કે, ર૦૧૪ માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા દેશની સ્થીતી શું હતી તે વિશે વાત કરી અને દેશમાં કોંગ્રેસના શાસનમાં દેશને કેટલુ નુકશાન થયુ અને આપણી કેન્દ્રમાં સરકાર આવ્યા પછી દેશનો વિકાસ પણ થયો અને દુનીયામાં આપણું માન સન્માન વધ્યુ. મોદી સાહેબ નાના માણસોને ધ્યાનમાં રાખી અનેક કલ્યાણકારી યોજનાઓ મુકી અને લોકોને લાભો અપાવ્યા છે. વિશ્વમાં વિકસીત દેશોમાં આજે ભારત અગ્રેસર છે.
સંગઠન પ્રભારી રેખાબેન ચૌધરીએ કેન્દ્ર અને રાજય સરકારની રાજકીય પ્રસ્તાવનાની માહિતી આપી જણાવેલ કે, શાસકપક્ષ ઉપર માત્ર જુઠ્ઠાણા ચલાવી વિપક્ષ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યુ છે. જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સર્વાંગી વિકાસ વાળી પાર્ટી છે. નરેન્દ્રભાઈ એ વિકાસનું ચોક્કસ મોડલ દુનીયા સામે રજુ કર્યું તેમના થકી અડીખમ ગુજરાત બન્યુ. ભાજપની સરકાર આવ્યા પછી ગુજરાતમાં તમામ મુખ્યમંત્રીઓએ ગુજરાતના વિકાસમાં યોગદાન આપી ગુજરાતને દેશમાં શ્રેષ્ઠ રાજય બનાવ્યુ જેમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ કામ કરી રહ્યા છે. અમીતભાઈ શાહ પણ આપણા ચાણક્ય છે તેમણે દેશ માટે અનેક મહત્વના પગલા ભર્યા છે. નડ્ડાજી અને પાટીલ સાહેબ આપણા ધરોહર છે. ભાજપ જ એવી પાર્ટી છે ચુંટણીના ઠંઠેરામાં કહેલા કામ તમામ પુરા કર્યા છે. આપણે રિપોર્ટ કાર્ડ લઈને પ્રજા સમક્ષ ગયા છે. આદીવાસી સમાજ, દલીત સમાજ અને લઘુમતી સમાજનો વિપક્ષે માત્ર વોટ બેન્ક તરીકે ઉપયોગ કયો છે.
નરેન્દ્રભાઈએ આ સમાજાે માટે અનેક કામો કર્યા છે અનેક યોજનાઓ લાવ્યા છે. જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ શક્તિકેન્દ્ર તથા બુથ ઉપર વિધાનસભા ચુંટણી અનુલક્ષી કરવાના કામો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવેલ કે, શક્તિ કેન્દ્ર વિધાનસભાની ચુંટણીમાં રણભૂમી છે. જીલ્લામાં એક લાખ રપ હજાર ઉપરાંત પેજ સમીતીના સભ્યો છે. શક્તિકેન્દ્રમાં જેને સરકારી લાભો મળે છે તેની યાદી બનાવી, પ્રદેશમાંથી નિયુક્ત પ્રભારીઓ તેમજ પદાધિકારીઓ ને શક્તિ કેન્દ્રમાં શું કામ કરવુ તેની પણ વિસ્તૃત માહિતી આપી હતી. જીલ્લા મહામંત્રી કનુભાઈ પટેલે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. તેમજ કાર્યક્રમનું પણ સંચાલન કરેલ. કાર્યક્રમમાં વિધાનસભાના પ્રભારી ગજેન્દ્રભાઈ સકશેના, ભરતભાઈ ગોંડલીયા, ગીરીવરસિંહ શેખાવત, રોહિતભાઈ પટેલ, વિસ્તારક રવિન્દ્રભાઈ ચૌહાણ સહિત સમગ્ર જીલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવરે કરેલ. આભાર વીધી ઉપપ્રમુખ જયેશભાઈ પટેલે કરી હતી. આ પ્રસંગે જયસિંહભાઈ તંવર, મુકેશભાઈ સોલંકી, નિર્ભયસિંહ રાઠોડ, સહિત હોદ્દેદારો, કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવેલ.
અહેવાલ રાજકમલસિંહ પરમાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.