મહુવા ના પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી ની માનવતાલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/afynvimvkx2jolkw/" left="-10"]

મહુવા ના પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી ની માનવતાલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી


મહુવા તાલુકા ના બિલડી ગામે રહેતા મેઘાભાઇ ટોટાના પુત્ર આતુભાઇ માનસિક અને શારિરીક દિવ્યાં ગતા ધરાવતા હોવાથી આધાર કાર્ડ માટે મહુવા મામલતદાર કચેરી સુધી આવી શકતા ન હોય કે, તેમને લઇ આવવા શક્ય ન હોય, જેથી મેઘાભાઇ ટોટા એ મહુવા પ્રાંત અધિકારીશ્રી ને અરજી કરતા પ્રાંત અધિકારી શ્રીમતિ કુસુમબેન પ્રજાપતિ અને મામલતદાર શ્રી નિરવકુમાર પારિતોષ નાં માર્ગદર્શન હેઠળ આધારકાર્ડ ની સામગ્રી સાથે કર્મચારીઓની ટીમ બિલડી ગામે જઈ આતુભાઇના આધાર કાર્ડ ની કાર્યવાહી કરવામા આવેલ છે જે કાર્ય બદલ મેઘાભાઇ અને તેમના પરિવારે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી નો આભાર વ્યક્ત કરેલ તેમજ આ માનવતા ભર્યા કાર્ય બદલ તંત્રવાહકો ની ચોમેર પ્રશંસા થઈ રહેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]