જિલ્લાસમાહર્તાશ્રીની ઉપસ્થિતિમાં નાગરીકોને કોવિડ વેક્સિનેશનનોપ્રિકોશન ડોઝ આપવાનો શુભારંભ કરવામાં આવ્યો - At This Time

જિલ્લાસમાહર્તાશ્રીની ઉપસ્થિતિમાં નાગરીકોને કોવિડ વેક્સિનેશનનોપ્રિકોશન ડોઝ આપવાનો શુભારંભ કરવામાં આવ્યો


જિલ્લા સમાહર્તાશ્રીની ઉપસ્થિતિમાં નાગરીકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ આપવાનો શુભારંભ કરવામાં આવ્યો
*******
જિલ્લાના ૧૮ થી ૫૯ વર્ષના ૭.૮૨ લાખથી વધુ નાગરીકોને ૭૫ દિવસ સુધી વેક્સિન આપવામાં આવશે.
********
સાબરકાંઠા જિલ્લામાં કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ- અભિયાનનો શુભારંભ જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં હિંમતનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧પ જુલાઇથી ૭પ દિવસ સુધી ૧૮ થી પ૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાની શરૂઆત કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ચારણે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧પમી જુલાઇ, ર૦રરથી ૭પ દિવસ સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે. એટલું જ નહિં, ૧૮-પ૯ વર્ષની વયજુથના અને બીજા રસીના ૬ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા લોકો જ આ પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ ગણાશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લાના ૨૧,૧૧૩ ફન્ટ લાઇન વર્કર, ૧૨,૦૬૦ હેલ્થ વર્કર અને ૯૯,૭૭૭ સીનિયર સીટીઝન એમ કુલ ૧,૩૨,૯૫૦ નાગરીકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ અપવામાં આવ્યો છે. જ્યારે જિલ્લાના ૭,૮૨,૪૬૬ નાગરિકોને આ ૭૫ દિવસ ચાલનાર અભિયાન અંતર્ગત આ બુસ્ટર ડૉઝ આપવામાં આવશે.

આબીદ અલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.