"ચાચરીયા પ્રાથમિક શાળામાં ગૌરીવ્રતની અનોખી ઉજવણી" - At This Time

“ચાચરીયા પ્રાથમિક શાળામાં ગૌરીવ્રતની અનોખી ઉજવણી”


અષાઢ માસની એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી પાંચ દિવસ નાની લાડકડીઓનો પાવન તહેવાર "ગૌરીવ્રત"ની શરુઆત થઈ..
અમારી શ્રી ચાચરીયા પ્રાથમિક શાળામાં "ગૌરી વ્રત"ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી... શાળાની બધી જ દીકરીઓનું જુવારા સાથે શાળાની શિક્ષિકા બહેનો દ્વારા કુમ-કુમ તિલક કરી પુષ્પવર્ષા કરી પુજા કરવામાં આવી... શકિતવંદનાની આ દિવ્ય પળો ખૂબ વંદનીય હતી... આ સાથે રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને દાતાશ્રીઓ દ્વારા બધી ઢીંગલીંઓને બરફી ફરાળી ચેવડો અને કેળાનો ફરાળ કરાવી પ્રસન્નચીત ચહેરાના આશીર્વાદ લિધા અને શાળામાં આ દિવસો દરમ્યાન દિકરીઓની ૧૦૦ હાજરી રહે એ માટે અને રસમય રીતે આ ઉત્સવ ઉજવી શકે એ માટે આ પાંચ દિવસ શાળામાં રમતોત્સવ, ગરબા ઉત્સવ, અને ઢિંગલીઓ માટે શાળામાં દાતાશ્રીઓ અને શાળા પરિવાર દ્વારા વિવિધતા સભર ફરાળની વ્યવસ્થા કરવામાં આવી.... શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ દલવાડી,ઈનોવેટિવ શિક્ષક પ્રવીણભાઈ સાથે સમગ્ર શાળા પરિવારનો સહિયારો પુરુષાર્થ રંગ લાવ્યો.. ખૂબ રાજીપો આ ગોરમાઓને રીજવવાનો..... જય હો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.