સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર: જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨.૦૩ ટકા વરસાદ વરસ્યો - At This Time

સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર: જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨.૦૩ ટકા વરસાદ વરસ્યો


સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાના કારણે કેટલાક જિલ્લામાં તારાજીના દશ્યો સામે આવ્યા છે.પરંતુ સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદથી નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક વધતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

       જિલ્લામાં અત્યાર સુધી ૩૨.૦૩ટકા વરસાદ વરસતા ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડતા હરખ જોવા મળી રહ્યો છે. જિલ્લા ડિઝાસ્ટર દ્વાર નોંધાયેલા વરસાદમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ હિંમતનગર તાલુકામાં જયારે સૌથી ઓછો વરસાદ પ્રાંતિજમાં નોંધાયા છે તાલુકાવાર વરસાદની વાત કરીએ તો ઇડર તાલુકામાં ૨૩.૦૧ ટકા, ખેડબ્રહ્મામાં ૩૬.૩૭, તલોદમાં ૨૭.૧૯, પ્રાંતિજમાં ૧૮.૨૮, પોશીનામાં ૩૩.૬૧, વડાલીમાં ૩૪.૯૯, વિજયનગરમાં ૩૮.૪૯ અને હિંમતનગર તાલુકામાં ૪૩.૬૬ ટકા વરસાદ વરસ્યો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કચેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.            *********

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.