*ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળો યોજાશે* - At This Time

*ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળો યોજાશે*


*ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળો યોજાશે*
--------------------

બોટાદ માહિતી બ્યુરો: બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર રાજ્યના ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ, સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી, લાઠીદડ ખાતે તા.૧૫/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.

આ ભરતીમેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.