વિઠ્ઠલગઢની શાળા તરફ જતા રોડ પર કાદવ-કિચડનુ સામ્રાજ્ય - At This Time

વિઠ્ઠલગઢની શાળા તરફ જતા રોડ પર કાદવ-કિચડનુ સામ્રાજ્ય


- બાળકોને નવી શાળા મળી પણ રસ્તાના ટેકાણા નથી- મચ્છરોનો ઉપદ્રવ થવાથી રોગચાળાની દહેશત પ્રવર્તી રહી હોવાનો ગ્રામજનોમાં ડર સુરેન્દ્રનગર : લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામે આવેલી પ્રાથમિક  શાળા તરફ જતા રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણી અને ગંદકીને કારણે શિક્ષકો-વિદ્યાર્થીઓને પારાવાર પરેશાની વેઠવી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાથી રોગચાળાની દહેશત પ્રવર્તી રહી હોવાનો ડર લોકોને સતાવી રહ્યો છે.જાણવા મળતી વધુ વિગત એવી છેકે, લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામે ગઈ તા.૨૫/૨/૨૦૨૨ના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મુંજપરાના હસ્તે નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ થયુ હતું. ગામના વિદ્યાર્થીઓને નવી શાળા તો મળી પણ શાળાએ જવાના રોડ ઉપર પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ-કિચડમાં  ચાલીને વિદ્યાર્થીઓને શાળાએ જવું પડે છે. વાલીઓ દ્વારા શાળાના શિક્ષકોને આ અંગે રજુઆતો કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દુર કરવા માંગણી કરવામાં આવી હતી. તાકિદે યોગ્ય પગલા ભરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.