સાબરકાંઠા જિલ્લાના તલોદના જવાનપુરા ડેમમાંથી ૧૪૪૫ અને ગોરઠીયા જળાશયમાંથી ૨૦૦ ક્યુસેક પાણી છોડાયું
સાબરકાંઠા જિલ્લાના તલોદના જવાનપુરા ડેમમાંથી ૧૪૪૫ અને ગોરઠીયા જળાશયમાંથી ૨૦૦ ક્યુસેક પાણી છોડાયું
*****
ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે પાણીની આવક વધી: અસરગ્રસ્ત વિસ્તારોને સાવચેત કરાયા
*****
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાના કારણે કેટલાક જિલ્લામાં હાઇએલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ સાબરકાંઠા જિલ્લામાં થયેલા વરસાદથી નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જિલ્લાના મહત્વના જળાશયો પૈકી તલોદ તાલુકામાં આવેલા જવાનપુરા અને ગોરડીયા ડેમમાં પાણીની આવક થતાં નોંધપાત્ર પાણીના પ્રવાહને છોડવામાં આવ્યો હતો.
જેમાં ગોરઠીયા ડેમમાં પાણીના જથ્થામાં વધારો થતાં ૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા તલોદના હરસોલ અને પડુસન ડીપ પરના વાહન વ્યહવાર લોકોની સલામતી માટે બે કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો જે પૂર્વવત ચાલુ કરાયો છે. જયારે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે તલોદના જવાનપુરા જળાશયમાંની જળસપાટીમાં વધારો થતાં ૧૪૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને પરીણામે નજીકના વિસ્તારના બડોદરા, પનાપુર, નાણા, સીમલીયા, ગઢવાલ, લાલાની મુવાડી અને મહેકાલ ગામને સાવચેત કરવામાં આવ્યા હતા જયારે આ ડેમથી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાડોલ, બાવળની મુવાડી, માસંગ અને ખાખરા ગામને પણ સાવચેતી વર્તવા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.