સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હાપા ગામના ૪૭ લોકોને વહિવટીતંત્ર દ્વારા સલામતસ્થળે આશ્રય અપાયો
ભારે વરસાદના કારણે સંકટમાં મુકાયેલા પરીવારોને તંત્ર દ્રારા ત્વરીત સહાય પૂરી પડાઇ
********
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે તેની સામે વહિવટીતંત્ર દ્વારા લોકોને ત્વરીત મદદ અને બચાવ રાહતની કામગીરી હાથ ધરાતા સંકટમાં મૂકાયેલા લોકોને ત્વરીત મદદ મળતા તંત્રનો આભાર વ્યકત કર્યો હતો. આવુ જ એક દશ્ય જોવા મળ્યું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસેના હાપા ગામમાં.
જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેની સામે તંત્ર દ્વારા પણ ત્વરીત બચાવ પગલા લેતા હાશકારોનો અનુભવ કરી રહ્યા છે. હિંમતનગરના હાપા ગ્રામ પંચાયતની સામેના ફળીયામાં વસવાટ કરતા પરમાર પરિવારોના માથે આભ ફાટ્યુ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઘરની તમામ સાધન-સામગ્રી તેમજ ખાવાનું અનાજ સહિત ઘરવખરી પાણીમાં ગરકાવ થઇ હતી. તંત્રને લોકોએ જાણ કરતા તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ દ્વારા તાત્કાલિક બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી આ પરીવારના ૪૭થી વધુ લોકોને ગામની પ્રાથમિક શાળામાં સહિ સલામત આશરો આપવામાં આવ્યો હતો. જયાં તેમના રહેવા-જમવા સહિતની તમામ સગવડો સ્થાનિક તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાઇ હતી અને જરૂરીયાત મુજબની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.
સંકટ સમયે મળેલી સહાયથી તંત્રનો આભાર વ્યકત કરતા ગામના યુવક જીતેન્દ્રસિંહ
કરતા ગામના યુવક જીતેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતુંકે, અમારા ઘરમાં પાણી ભરાઇ જતા તંત્ર દ્વારા અમને તાત્કાલિક બચાવની કામગીરી સાથે આશરો આપવાની વ્યવસ્થા ઉભી કરી તંત્રનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા અને મહિલા અગ્રણી કૌશલ્યાકુંવરબાએ પણ સ્થળ નિરીક્ષણ કરી લોકોને આશ્વાસન આપ્યું હતું.
આબીદઅલી ભુરા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.