રાજસ્થાની યુવકને મળ્યો ગુજરાતમાં રોજગાર: માટીથી લઈ મકાન સુધી કરી પ્રગતિ - At This Time

રાજસ્થાની યુવકને મળ્યો ગુજરાતમાં રોજગાર: માટીથી લઈ મકાન સુધી કરી પ્રગતિ


અરવલ્લીના મોડાસામાં આયોજિત વંદે ગુજરાત સખી મેળામાં અમને મળ્યો એક રાજસ્થાની યુવક. આ યુવક માટીમાંથી ટાઇલ્સ, ઘડા, રમકડાં બનાવે છે. પરંતુ તેની કલાની ઓળખ ગુજરાતની સરકાર અને લોકોએ કરી.સરકાર અને તંત્રએ તે અન્ય રાજ્યનો હોવા છતાં તેની વસ્તુ વેચવા સખી મેળામાં સ્ટોલ ઊભો કરી તેને રોજગાર મેળવવા તક આપી. મોડાસાની જનતાએ તેની કળાને ઓળખી તેની વસ્તુઓ ખરીદી.આ તમામ વસ્તુનું વેચાણ કરી તે ગુજરાતમાં વાર્ષિક 3 લાખ જેટલી આવક મેળવે છે. આવક મેળવવાની સાથે આજે તે ગામના અન્ય લોકોને પણ રોજગાર અને પ્રોત્સાહન પૂરૂ પાડે છે. યુવકે સરકારનો આભાર માનતા જણાવ્યુકે અમે ગરીબ મજૂર છીએ. અમે જાતેજ વસ્તુ બનાવી વેચીએ છીએ અને આજ પ્રકારે અમારું ગુજરાન ચાલે છે. સરકાર અને તંત્રનો ખૂબ આભાર કે તેમણે અમારા જેવા લોકોને સહાય અને પ્રોત્સાહન પૂરું પાડ્યું જેથી આજે અમે આત્મનિર્ભર બની શક્યા છીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.