વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત હિમતનગર તાલુકાની ઈલોલ ગામ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયા
સાબરકાંઠા જિલ્લામાં આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા..
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત હિમતનગર તાલુકાની ઈલોલ ગામ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયા
ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધ્યો છે અને હજુ પણ સરકારની કલ્યાણકારી યોજનાઓ નિરંતર ચાલી રહી છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તે માટે સાબરકાંઠા જિલ્લામાં ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ આઠમો દિવસ તા. 12 જુલાઈના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામની પ્રાથમિક શાળાએ પહોંચ્યો હતો.
સરકારની દરેક યોજનામાં છેવાડાના લોકોનું હિત સમાયેલું હોય છે. સરકારની વિવિધ યોજનાથી લોકોને વિકાસની નવી રાહ મળી છે. ૨૦ વર્ષમાં ગુજરાત સરકારે સમગ્રતયા વિકાસ સાધ્યો છે. જેના થકી લોકોનું જીવન ધોરણ ઉપર આવ્યું છે. ત્યારે એક પણ વ્યક્તિ સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સરકારનો વિકાસ રથ ગામે ગામ ફરી રહ્યો છે. સરકારની વિવિધ યોજનાની માહિતી આપી તેના લાભો સમજાવ્યા હતા.દરેક ગામોમાં લાભાર્થીઓને વિવિધ યોજનાની સહાય વિતરણ ,વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રી, અમલીકરણ અધીકારીશ્રીઓ, મોટી સંખ્યામાં લાભાર્થીઓ, ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
આબીદઅલી ભુરા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.