લમ્પી વાયરસ અન્વયે તકેદારી ના ભાગરૂપે બરવાળા પાંજરાપોળમાં બહારથી કોઈ પશુ નહી લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો - At This Time

લમ્પી વાયરસ અન્વયે તકેદારી ના ભાગરૂપે બરવાળા પાંજરાપોળમાં બહારથી કોઈ પશુ નહી લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો


બરવાળા પાંજરાપોળના 900 પશુઓનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

બોટાદ જિલ્લાના બરવાળા મુકામે આવેલ પાજરાપોલ દ્વારા બહારથી એક પણ પશુ હાલમાં ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પાજરાપોળ ટ્રસ્ટ મારફત ખાનગી પશુ ડોકટર દ્વારા પાંજરાપોળમાં રહેલ 900 પશુઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.હાલમાં પશુઓમાં ફેલાયેલ લમ્પી વાયરસની તકેદારીના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

બરવાળા ગામ તેમજ આજુબાજુ ગામના રેઢિયાર પશુઓ, માલિકીના પશુઓ,જીવ દયા પ્રેમીઓ દ્વારા બચાવેલ પશુઓને બરવાળા પાંજરાપોળ ખાતે મુકવામાં આવે છે.બરવાળા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા હાલમાં પશુઓ પ્રસરી રહેલ લમ્પી વાયરસની તકેદારીના ભાગરૂપે બહારથી આવતા પશુઓને સ્વીકાર નહીં કરવાનો હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે.બહારથી પશુઓ આવે તો પશુચિકિત્સા અધિકારી પશુ ડોક્ટર દ્વારા જણાવ્યા મુજબ તે પશુઓને બે અઠવાડિયા સુધી પાંજરાપોળથી દૂર દેખરેખમાં રાખવામાં જોઈએ અને અન્ય પશુઓથી દૂર રાખવા તેમજ આઈસોલેશન રાખવા જણાવવામાં આવ્યું હતું. જ્યારે હાલ વરસાદી સીઝન હોય તેમજ ભૂલચૂકથી લમ્પી વાયરસ ધરાવતું પશુ મહાજન પાંજરાપોળની અંદર આવી જાય તો અન્ય 900 જેટલા પશુઓને આ રોગની અસર થવાની શક્યતાના કારણે હાલ કોઈપણ પશુ બહારથી ન લેવાનો નિર્ણય દિપકભાઇ રણપુરા પ્રમુખ બરવાળા પાંજરાપોળ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.