આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં રાજકોટના સદ્દભાવના વૃધ્ધાશ્રમના વડીલોની નિઃશૂલ્ક સારવાર - At This Time

આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં રાજકોટના સદ્દભાવના વૃધ્ધાશ્રમના વડીલોની નિઃશૂલ્ક સારવાર


આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં રાજકોટના સદ્દભાવના વૃધ્ધાશ્રમના વડીલોની નિઃશૂલ્ક સારવાર

વૃધ્ધાશ્રમના કાર્યકરનું ઓપરેશન વિનામૂલ્યેઃ ડો. ભરત બોઘરાનો આભાર માનતા સંચાલકો

આટકોટમાં આવેલી કે. ડી. પરવાડિયા હોસ્પિટલનું નિર્માણ ડો.ભરત બોઘરા અને સાથી ટીમનાં સથવારે દ્વારા ૪૦ કરોડના ખર્ચે ૨૦૦ બેડ અને ૨૪ ઓપીડીથી માંડીને તમામ સર્જરી થઇ શકે તેવી આધુનિક વ્યવસ્થા સાથે કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ભવિષ્યમાં હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ પણ શરૂ કરવાનું આયોજન છે.૩૦૦ જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટ ખડેપગે હોય છે. હોસ્પિટલમાં ૬ ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલનો ચાર્જ અન્ય ખાનગી હોસ્પિટલોની સરખામણીએ ખૂબ ઓછો રાખવામાં આવ્યો છ. ક્રિટિકલ કેસમાં દાખલ દર્દી પાસેથી રોજનું રૂા. ૨૫૦, જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું રૂા. ૧૫૦ ભાડુ જ વસુલ કરવામાં આવે છે. સૌથી ઉલ્લેખનીય અને નોંધપાત્ર બાબત એ છેકે, આ હોસ્પિટલમાં કોઇપણ જરૂરિયાતમંદ દર્દી પૈસાના અભાવે સારવાર માટે વંચિત ન જ રહે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા હોસ્પિટલના ડો. ભરત બોઘરા દ્વારા કરવામાં આવી છે આ આયોજન અંતર્ગત અત્યાર સુધીમાં ટુંકાગાળામાં જ હજારો દર્દીઓને એકદમ રાહત દરે અને કોઇ કોઇને નિઃશુલ્ક પણ સારવાર પુરી પાડવામાં આવી છે.

હાલમાં જ સદ્દભાવના વૃધ્ધાશ્રમના કાર્યકર્તા મજુરનુ એકિસડન્ટ થતા ૬૦ હજારનુ ઓપરેશન હોસ્પિટલ દ્વારા વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલ દ્વારા સદ્દભાવના વૃધ્ધાશ્રમના દરેક વડીલોની સારવાર પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી જાહેરાત હોસ્પિટલમાં મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરતભાઇ બોઘરા દ્વારા કરવામાં આવતા હોસ્પિટલની આ માનવતાવાદી સેવા બદલ સદ્દભાવના વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા કે. ડી. પરવાડિયા હોસ્પિટલના ડો. ભરતભાઇ બોઘરા તેમજ સમગ્ર સંચાલન મંડળનો આભાર વ્યકત કરાયો છે. તેમ માનવ સેવા ચેરીટેલબ ટ્રસ્ટ (વૃધ્ધાશ્રમ) ની યાદી જણાવે છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.